Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB vs KKR: ચેન્નઈમાં જીતની હેટ્રિક લગાવવા ઈચ્છશે કોહલી

RCB vs KKR: ચેન્નઈમાં જીતની હેટ્રિક લગાવવા ઈચ્છશે કોહલી

વિરાટ કોહલીની કપ્તાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટકરાશે. આ મુકાબલો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટોસ 3 વાગ્યે થશે. બેંગ્લોર ટીમે સિઝનમાં અત્યાર સુધીના પોતાના બંને મુકાબલામાં જીત હાંસલ કરી છે અને આ મુકાબલો પણ પોતાના ખાતામાં નોંધાવી જીતની હેટ્રિક ફટકારવાની કોશિશ હશે. આ મુકાબલામાં સફેદ બોલમાં દુનિયાના બે શ્રેષ્ઠ કેપ્ટન આમને સામને થશે, ઈયોન મોર્ગન અને વિરાટ કોહલી, જેમના પર બધાની નજર રહેશે.

ipl 2021

વિશ્વ કપ વિજેતા ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન આઈપીએલની પોતાની ટીમ કેકેઆરને ફરીથી પાટા પર લાવવા માટે ઉત્સુક હશે. કોલકાતાએ ચેન્નઈના આ મેદાન પર સનરાઈઝર્સને 10 રને હરાવી સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું હતું પરંતુ આગલા જ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મળેલા 153 રનના લક્ષ્યને પણ હૈદરાબાદ હાંસલ નહોતું કરી શક્યું.

બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો તેમાં કેકેઆર ટીમ આગળ છે. બંને વચ્ચે અત્યારસુધી કુલ 26 મુકાબલા રમાયા છે અને તેમાં કોલકાતાએ 14માં જ્યારે બેંગ્લોરે 12માં જીત હાંસલ કરી છે.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

કોલકાતાઃ નીતિશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, પેટ કમિંસ, હરભજન સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને વરુણ ચક્રવર્તી

બેંગ્લોરઃ વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, શાહબાજ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, વૉશિંગ્ટન સુંદર, ડેન ક્રિસ્ટિયન, કાઈલ જેમીસન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X