Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB vs KKR: કોહલી વિરાટ રેકોર્ડથી માત્ર 56 રન દૂર, 100 છગ્ગા પૂરા કરી શકે મેક્સવેલ

RCB vs KKR: કોહલી વિરાટ રેકોર્ડથી માત્ર 56 રન દૂર, 100 છગ્ગા પૂરા કરી શકે મેક્સવેલ

આઈપીએલ 2021 સિઝનમાં 18 એપ્રિલનો દિવસ ખાસ છે કેમ કે આની સાથે જ ડબલ હેડર મુકાબલા શરૂ થઈ ગયા છે. ડબલ હેડરમાં દિવસમાં બે મુકાબલા રમાય છે અને આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પહેલા ડબલ હેડર મુકાબલામાં રમશે. આ મુકાબલો ભારતીય સમયાનુસાર 3.30 વાગ્યે રમાશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમમાં રમાનાર આ મુકાબલામાં આરસીબીની ટીમ બહુ સારી સ્થિતિમાં જણાઈ રહી છે જ્યારે કેકેઆરની ટીમ પાછલા મુકાબલા સુધી હારી હતી જ્યારે જીત લગભગ પાક્કી થઈ ચૂકી હતી.

RCB

વિરાટ કોહલીની ટીમે અત્યાર સુધી સતત 2 મુકાબલા જીત્યા છે પરંતુ જીતની હેટ્રિક લગાવવા માટે તેમણે શ્રેષ્ઠ યોગદાન આપવું પડશે. હેડ ટૂ હેડ મુકાબલાની વાત કરીએ તો અત્યાર સુધી આ બંને ટીમ વચ્ચે રમાયેલા મુકાબલામાંથી બેંગ્લોર 12 મેચ જીતી છે જ્યારે કોલકાતા 14 મેચ જીતી છે. પાછલી સિઝન અને હાલના ફોર્મની વાત કરીએ તો વિરાટ કોહલીની ટીમ મોર્ગનની ટીમ પર ઘણી હાવી છે કેમ કે પાછલી સિઝનમાં પણ આરસીબીએ કોલકાતા નાઈટ રાઈડર્સને બંને મુકાબલામાં આસાનીથી હરાવી હતી.

રેકોર્ડની વાત કરીએ તો જો કોહલી આ મેચમાં 56 રનની ઈનિંગ રમે છે તો તે આઈપીએલના ઈતિહાસમાં 6000 રન બનાવનાર પહેલો ખેલાડી બની જશે. બીજી તરફ ગ્લેન મેક્સવેલ પણ એક રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. ગ્લેન મેક્સવેલ જો આજે 4 છગ્ગા ફટકારી દે તો તેના આઈપીએલમાં 100 છગ્ગાનો રેકોર્ડ બની જશે. કાલે રમાયેલા મુંબઈના મુકાબલામાં કિરોન પોલાર્ડે પોતાના 200 છગ્ગા પૂરા કર્યા.

જો કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમેન શુભમન ગિલની વાત કરીએ તો આઈપીએલના 1000 રન પૂરા કરવામાં ગિલને 13 રનની જરૂરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X