Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB vs KKR: કોહલીએ ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો

RCB vs KKR: કોહલીએ ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો

આજે આઈપીએલનો પહેલો ડબલ હેડર મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે અત્યાર સુધી રમાયેલા બંને મુકાબલા જીત્યા છે અને એકમાત્ર એવી ટીમ છે જે એકેય મેચ નથી હારી. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

virat kohli

કેકેઆરની ટીમે કોઈપણ બદલાવ કર્યો નથી અને આરસીબી ત્રણ જ ઓવરસીઝ ખેલાડીઓ સાથે રમવા ઉતરી છે. ડેન ક્રિશ્ચિયનની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમની વાત કરીએ તો અહીં શરૂઆતી ચારમાંથી ત્રણ મેચ પહેલાં બેટિંગ કરનાર ટીમ જીતી છે. રોયલ ચેલેન્જર્સની ટીમ રનનો પીછો કરતાં જીતી હતી પરંતુ આ કોઈક રીતે છેલ્લા બોલે મળેલી જીત હતી.

પ્લેઈંગ ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, વૉશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ, કાઈલ જેમિશન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ નીતિશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈયોન મોર્ગન, શાકિબ અલ હસન, દિનેશ કાર્તિક, એન્ડ્રૂ રસેલ, પેટ કમિંસ, હરભજન સિંહ, પ્રસિદ્ધ ક્રિશ્ના, વરુણ ચક્રવર્તી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X