RCB vs KXIP: રાહુલની સદી બાદ પંજાબના બોલરોનો કમાલ, પંજાબે આરસીબીને 97 રનથી હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રનથી હરાવી હતી. કિંગ્સ ઇલેવનએ સુકાની કેએલ રાહુલની અણનમ 132 રનની મદદથી ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રનથી હરાવી હતી. કિંગ્સ ઇલેવનએ સુકાની કેએલ રાહુલની અણનમ 132 રનની મદદથી ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવી આઉટ થઈ ગઈ. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપતાં ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલે અણનમ 132 રન બનાવ્યા હતા. રાહુલે આ ઝડપી ઇનિંગ્સ 69 બોલમાં રમી હતી.

આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી બે વાર રાહુલનો કેચ ચૂકી ગયો. જ્યારે રાહુલ 83 અને 89 રન પર હતો ત્યારે કોહલીએ તેની કેચ છોડી દીધી, તેનો ફાયદો ઉઠાવતા તેણે છેલ્લી બે ઓવરમાં 49 રન ઉમેરવામાં મહત્વની ભૂમિકા ભજવી. મયંક અગ્રવાલ 26, નિકોલસ પુરાન 17, ગ્લેન મેક્સવેલ 5 અને કરૂણ નાયરે અણનમ 15 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી યુઝવેન્દ્ર ચહલે 25 રન આપી 1 વિકેટ લીધી હતી અને શિવમ દુબેએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે 33, નવદીપ સૈનીએ 37 અને ડેલ સ્ટેઈને 57 રન આપ્યા હતા. ત્રણેય બોલરો કોઇ વિકેટ મેળવી શક્યા ન હતા. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: RCB vs KXIP: પ્રથમ ઇનિંગમાં પંજાબે બનાવ્યા 206 રન, રાહુલની સદી












Click it and Unblock the Notifications
