MI vs RCB: કોહલી કે રોહિત? બંનેમાંથી કોની ટીમનું પલડું ભારી
MI vs RCB: કોહલી કે રોહિત? બંનેમાંથી કોની ટીમનું પલડું ભારી
નવી દિલ્હીઃ ચાર વાર ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ આજે એટલે કે 28 સપ્ટેમ્બરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે જે આઈપીએલ સીઝન 13નો 10મો મુકાબલો રહેશે. મુકાબલામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને સામને થશે. બંને મહાન ખેલાડી છે, પરંતુ કોહલી આઈપીએલમાં કેપ્ટનના મામલામા રોહિતની ઉપર નથી.

જીત માટે થશે ટક્કર
બંને ટીમ આ સીઝનમાં 2 મેચ રમી છે જેમાંથી માત્ર 1-1 જ જીતી શકી છે. મુંબઈને પોતાની પહેલી જ મેચમાં ચેન્નઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેમમે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રને હરાવી કમબેક કર્યું હતું. બીજી તરફ બેંગ્લોરે પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી પોતાની ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી પણ પોતાના બીજા મુકાબલામાં પંજાબ સામે 97 રને હાર સાંપડી હતી. એવામાં બંને ટીમની નજર બીજી જીત મેળવી પોઈન્ટ ટેબલ પર સુધારો કરવાની રહેશે.

કોનું પલડું ભારી
જ્યારે બંને ટીમ વચ્ચે થયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારી જોવા મળી રહ્યું છે. બંને ટીમ અત્યાર સુધીમાં આઈપીએલમાં 34 વખત આમને સામને થઈહતી. આ દરમ્યાન મુંબઈએ 24 મુકાબલા જીત્યા, જ્યારે આરસીબીએ 9 મેચ જીતી છે. 2018થી રમાયેલ અત્યાર સુધીની 4 મેચમાં આરસીબી એકવાર જ જીતી શકી છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિંટન ડી કૉક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિંસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ આરોન ફિંચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, જોશ ફિલિપ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ડેલ સ્ટેન, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની












Click it and Unblock the Notifications
