રવિન્દ્ર-રીવાબાએ રિસેપ્શનમાં આપી વેલકમ સ્પીચ, જાણો શું કહ્યું તેમને!
ટીમ ઇન્ડિયાના જાણીતા ઓલરાઉન્ડ અને આઇપીએલ ટીમના ગુજરાત લાયન્સના લાડીલા પ્લેયર તેવા રવિન્દ્ર જાડેજા અને રીવાબા લગ્ન બાદ હવે હંમેશા માટે એકમેકના થઇ ગયા છે. ત્યારે રીવાબાના પિતા હરદેવ સિંહ સોલંકીએ પણ દિકરી પક્ષ તરફથી એક રિસેપ્શન આપ્યું હતું. રાજકોટમાં જ યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં નવદંપતીએ હાજર રહીને વેલકમ સ્પીચ પણ આપી હતી.
રીવા બા જ્યાં આ રિસેપ્શનમાં ક્રીમ અને કાળા વર્ક વાળા ડ્રેસમાં જાજરમાન લાગી રહ્યા હતા ત્યાં જ જાડેજા પણ સફેદ પેન્ટ અને વર્ક વાળી કોટમાં રાજકુમાર જેવો લાગતો હતો. નોંધનીય છે કે રિવાબાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરના મહામંત્રી છે. તેમનો પરિવાર રાજનીતિમાં સારી પકડ ધરાવે છે. ત્યારે આ રિસેપ્શનમાં શહેરના અનેક જાણીતા ચહેરા જોવા મળ્યા હતા. ત્યારે નવદંપતીએ આ રિસેપ્શનમાં એક બીજા માટે શું કહ્યું અને તે કેવા દેખાતા હતા તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

જર્મન મ્યુઝિકલ બેન્ડ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સસરા હરદેવ સિંહ સોલંકીએ જમાઇના ઠાઠમાઠને શોભે તેવું ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. અને ખાસ જર્મન મ્યુઝિકલ બેન્ડ બોલાવ્યું હતું. જેમણે તેમના સૂરીલા સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

નવદંપતીની છટા
તો આ રિસેપ્શનમાં નવદંપતી તરીકે રવિન્દ્ર જાડેજા અને રિવાબાની જોડી અદ્ઘભૂત લાગતી હતી. બન્નેએ એકબીજાને મેચિંગ થાય તેવા કપડા પહેર્યા હતા.

રવિન્દ્ર જાડેજા શું કહ્યું
રિસેપ્શનની વેલકમ સ્પીચમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે
"મેં જેવી ઇચ્છી હતી તેવી પત્ની તરીકે મને રીવા પ્રાપ્ત થઈ છે...હું ઘણો ખુશ છું"

રીવાબાએ શું કહ્યું
તો સામે પક્ષે રિવાબાએ પણ કહ્યું કે "આજથી હું જાડેજા પરિવારનો મહત્વનો ભાગ બની છું. જીવનના તમામ તબક્કે પત્ની તરીકે રવિ અને મારા પરિવારની સાથે રહીને જાડેજા કુટુંબનું નામ રોશન કરીશ.'












Click it and Unblock the Notifications
