For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋષભ પંતે એક જ સ્ટ્રોકમાં તોડ્યો 40 વર્ષ જૂનો રેકોર્ડ, ફટકાર્યો સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટી

ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં રમી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપની નજીક છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં રમી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપની નજીક છે. આ શ્રેણીમાં ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું બેટ પણ જોરદાર ગર્જના કરી રહ્યું છે. આ સાથે જ પંતે પિંક બોલ ટેસ્ટમાં પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

Rishabh Pant

પંતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

ઝડપી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, પંત હવે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે કપિલ દેવ, શાર્દુલ ઠાકુર અને વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બીજી ટેસ્ટના બીજા દિવસે મેદાન પર પંતનું વાવાઝોડું જોવા મળ્યું હતું. આ બેટ્સમેને શ્રીલંકાના બોલર્સની જોરદાર ક્લાસ લીધો અને ટીમને સારી લીડ મેળવવામાં પણ મદદ કરી હતી.

માત્ર 28 બોલમાં ફટકારી ફિફ્ટી

બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરી રહેલા રિષભ પંતે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી છે. ભારતનો અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી આવું કારનામું કરી શક્યો નથી. આ પહેલા આ રેકોર્ડ અનુભવી કેપ્ટન કપિલ દેવના નામે હતો, જેણે 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ શાર્દુલ ઠાકુરના નામ પણ માત્ર 31 બોલમાં ફિફ્ટી છે. આવી સ્થિતિમાં પંતે એક જ ઝાટકે 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારત સતત 15મી શ્રેણી જીતવા ઈચ્છશે

શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ 12 માર્ચના રોજ બેંગ્લોરના મેદાનમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે એક ઈતિહાસ રચશે. ભારતીય ટીમ ઘરઆંગણે સતત 15મી ટેસ્ટ શ્રેણી જીતશે. ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે ભારતીય ટીમની નજીક પણ કોઈ નથી. ભારત ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણી હારી ગયું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. જે બાદ ભારતે એકપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. રોહિત શર્મા આ મેચ જીતીને આ રેકોર્ડ જાળવી રાખવા ઇચ્છશે.

ભારતે પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા

ભારતીય ટીમે શ્રેયસ અય્યરની ઈનિંગના આધારે પ્રથમ દાવમાં સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મયંક અગ્રવાલ સતત બીજી મેચમાં ભારત માટે કોઈ ચમત્કાર બતાવી શક્યો ન હતો. તે માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. તે પછી રોહિત પણ કોઈ કરિશ્મા બતાવી શક્યો ન હતો. તે 15 રન બનાવીને લસિથ એમ્બુલડેનિયાનો શિકાર બન્યો હતો.

આ સાથે હનુમા વિહારી 31 અને વિરાટ કોહલી 23 રન બનાવીને આઉટ થયા હતા,પરંતુ શ્રેયસ અય્યરે નીચલા બેટ્સમેન સાથે મળીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અય્યરે 92 રનની શાનદાર ઇનિંગ રમી છે, જેમાં તેણે 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય રિષભ પંતે પણ 39 રનની ઇનિંગ રમી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rishabh Pant breaks 40 year old record, hits fastest Test fifty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X