Rishabh Pant : રિષભ પંત 2023ની આ તમામ ક્રિકેટ ઇવેન્ટ ચૂકી જશે

પંતના ઘૂંટણમાં અસ્થિબંધનને ઘણું નુકસાન થયું છે અને સ્ટમ્પર તેના માટે બે સર્જરી કરાવી ચૂક્યો છે. વિકેટકીપર હોવાના કારણે તેના ઘૂંટણમાં ઘણું દબાણ હોય છે અને સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવામાં ઘણો સમય લાગે તેવી શક્યતા છે.

Rishabh Pant : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર રિષભ પંત લગભગ 18 મહિના સુધી ક્રિકેટના તમામ ફોર્મેટથી દૂર રહે, તેવી શક્યતા છે. વિશ્વાસનીય સુત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2022 ના કાર અકસ્માત દરમિયાન પંતને જે ઈજાઓ થઈ હતી, તેની રિકવરી માટે ઘણો સમય જોઈએ છે. જેના કારણે તે મેદાનથી દૂર રહી શકે છે.

Rishabh Pant

જેમાં મોટે ભાગે રિષભ પંત આ વર્ષની IPL, 50-ઓવરનો વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ, સંભવિત WTC ફાઇનલ, આવતા વર્ષના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલનો અડધો ભાગ, IPL 2024 અને આવતા વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપમાંથી બહાર રહી શકે છે.

25 વર્ષીય મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છે અને જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. આ પહેલા પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી બીસીસીઆઈ દ્વારા તેને વધુ સારવાર અને સર્જરી માટે મુંબઈ મોકલવામાં આવ્યો હતો. પંતની મુંબઈમાં સારવાર ચાલુ રહેશે. જે બાદ તેને પછી લોંગ રિકવરી માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવશે.

પંતના ઘૂંટણમાં અસ્થિબંધનને ઘણું નુકસાન થયું છે અને સ્ટમ્પર તેના માટે બે સર્જરી કરાવી ચૂક્યો છે. વિકેટકીપર હોવાના કારણે તેના ઘૂંટણમાં ઘણું દબાણ હોય છે અને સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવામાં ઘણો સમય લાગે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X