કમાલની ખૂબસૂરત છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી, બોલ્ડનેસ એવી કે દિવાના થઈ જાઓ
અકસ્માત બાદ રિષભ પંત આઈપીએલમાં રનનો વરસાદ કરી રહ્યો છે. મેદાન બહાર પણ સતત ચર્ચામાં રહેતો પંત તેની ગર્લફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં રહે છે.
પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર બબાલ બાદ અહેવાલો આવ્યા હતા કે તે ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે. પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગી કમાલની ખૂબસૂરત છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે. ઈશાનો જન્મ 20 ફેબ્રુઆરી 1997ના રોજ દેહરાદૂનમાં થયો હતો. અહેવાલો અનુસાર, ઈશાના પિતા જેનું નામ મોહન નેગી છે અને તે એક બિઝનેસમેન છે.
ઈશા અને પંતનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે બંનેએ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાની તસવીરો શેર કરી હતી. આ પછી સોશિયલ મીડિયા પર આ કપલ છવાઈ ગયુ.
પંતે ઈશા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઈશા સાથે પંતની તસવીર વાયરલ થઈ હતી. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પંત અને ઈશા વચ્ચેના સંબંધો 7 વર્ષથી વધુ જૂના છે.
ઈશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને બ્યુટીફુલ ફોટો શેર કરીને છવાયેલી રહે છે.












Click it and Unblock the Notifications
