Rohit Sharma : રોહિત શર્માના આ રેકોર્ડ તોડવા લગભગ અશક્ય, કોઈ નથી આસપાસ
Rohit Sharma : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન રોહિત શર્માનો હંમેશાથી મેદાન પર જલવો રહ્યો છે. હાલ તેના નામે ઘણા મોટા એવોર્ડ છે.
હાલની સ્થિતીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે જેને તોડવા અશક્ય છે. આજે આપણે રોહિત શર્માના આવા જ કેેટલાક એવોર્ડ વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ એવોર્ડ તોડવા વર્ષો લાગશે.

264 રનની ઈનિંગ
રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામેની વનડે મેચમાં એવી ઈનિંગ રમી હતી જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ મેચમાં 264 રન બનાવીને તેણે ODI ફોર્મેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેનો રેકોર્ડ તૂટવો અશક્ય લાગે છે.
ત્રણ બેવડી સદી
ODI ફોર્મેટમાં રોહિત શર્મા કેટલો મહાન ખેલાડી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રોહિતે ત્રણ-ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે 208, 209 અને 264 રનની ઇનિંગ્સ રમી છે.
સૌથી વધુ સિક્સર
રોહિત શર્મા એ બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધીમાં 620 છગ્ગા ફટકાર્યા છે. અન્ય કોઈ બેટ્સમેન અત્યાર સુધી 600નો આંકડો સ્પર્શી શક્યો નથી.
એક જ વર્લ્ડ કપમાં સૌથી સદી
એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે છે. 2019માં તેણે આક્રમક બેટિંગ કરતા 5 સદી ફટકારી હતી. આ રેકોર્ડ તોડવો તો દૂર અત્યાર સુધી કોઈ તેની બરાબરી કરી શક્યું નથી.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર
રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર આ અનુભવી બેટ્સમેને 205 સિક્સર ફટકારી છે. આ સિવાય વિશ્વનો કોઈ અન્ય બેટ્સમેન આ ફોર્મેટમાં 200 છગ્ગા પણ પૂરો કરી શક્યો નથી.












Click it and Unblock the Notifications
