Asia Cup 2023: ભારત- પાક મેચમાં ગાગુલીનો રેકૉર્ડ તોડી શકે છે. રોહિત શર્મા, બનાવા પડશે આટલા રન
એશિયા કપમાં 16 મી સીઝનની શરુઆત થઇ ચૂકી છે. પ્રતિષ્ઠિત કોન્ટિનેટલ કપમાં ભારતનો પહેલો મુકાબલો બે સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે થવાનો છે. વનડે એશિયા કપ માં બે ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મુકાબલા આમને સામે રમાઇ ચૂક્યા છે. આ દરમિયાન ઇંડિયાએ સાત વાર અને પાક ટીમે પાંચ વાર મેચ જીતી છે. જ્યારે એક મુકાબલો અનિર્ણીત રહ્યો હતો. એક વાર ફરી જ્યારે બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. તો કેપ્ટન રોહીત શર્મા એક મોટી ઉપલબ્ધી પોતાને નામ કરી શકે છે.

પાકિસ્તાન વિરુદ્ધના મુકાબલામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જો શતકીય ઇનિગ્સ રમે છે તો તે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી શકે છે. એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર કેપ્ટનની લીસ્ટમાં શ્રીલંકાના અર્જુન રણતુંગાનુ નામ ઉપર છે. રણતુંગાએ કેપ્ટન તરીકે 13 મેચમાં 74.24 ની એવરેજથી 594 રન બનાવ્યા છે. આ દરમિયાન નામ 5 અર્થશતક અે એક શતકનો પણ સમાવેશ થાય છે.
બીજા નંબર પર મહેન્દ્ર સિહ ધોનીનું નામ છે. એમ.એસ ધોનીએ કેપ્ટન તરીકે 14 મેચમાં 579 રન બનાવ્યા છે. કેપ્ટન કુલે 82.71 ની રનરેટથી આ ઉપલબ્ધી મેળવી છે. આ દરમિયાન તેમણે 3 ફિફ્ટી અે એક સેન્ચુરી પણ મારી હતી. આ લીસ્ટમાં ત્રીજા સ્થાન પર સૌરવ ગાંગુલી છે. ગાંગુલીએ એશિયા કપમાં કેપ્ટન તરીકે 9 મેચમાં 400 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે ત્રમ ફિફ્ટી અે એક સેન્ચુરી છે.
રોહિત શર્માએ 5 મેચમાં 317 રન બનાવ્યા છે. એશિયાકપના ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનારની લીસ્ટમાં ચોથા સ્થાને છે. હિટમેને એક શતક પણ બનાવ્યુ છે. હવે રોહિત શર્મા 83 રન બનાવે તો તે એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર બીજા ભારતીય કેપ્ટન બની જશે.












Click it and Unblock the Notifications
