RR vs KKR Probable Playing Xi: શું કોલકાતાને માત આપી રાજસ્થન સતત ત્રીજી મેચ જીતી શકશે!
RR vs KKR Probable Playing Xi: શું કોલકાતાને માત આપી રાજસ્થન સતત ત્રીજી મેચ જીતી શકશે!
ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી મેચમાં આજે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રાજસ્થઆન રોયલ્સ વચ્ચે થવા જઈ રહ્યો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવી ધમાલ મચાવી છે તે બાદ કોલકાતાની ટીમ આ મેચમાં બહુ સાવધાન રહેશે. ટીમમાં બદલાવની જરૂરત નથી કેમ કે બંને જ ટીમે પાછલી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

રાજસ્થાનની બેટિંગમાં સેમસન, સ્મિથ અને તેવતિયા સારા ફોર્મમાં છે. અત્યાર સુધી સેમસને ચેન્નઈ અને બંજાબ સામેની બંને ઈનિંગ જોરદાર રમી છે. તેવતિયાએ પાછલી મેચમાં હારેલી મેચ જીતમાં બદલી નાખી હતી. ત્યારે કોલકાતા માટે મોટો પડકાર રહેશે. બોલિંગ લાઈનઅપમાં જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત અને શ્રેયસ ગોપાલ સાથે અનુભવી જયદેવ ઉનાદકટ હાજર છે. ટીમ બહુ સંતુલિત જોવા મળી હી છે અને આ ટીમ મોટામાં મોટા સ્કોરનો પીછો કરવામાં સક્ષમ છે.
કોલકાતા તરફથી સુનીલ નરેન અને શુભમન ગિલ ઓપનિંગ કરશે, જ્યારે દિનેશ કાર્તિક ઈયોન મોર્ગન, નીતિશ રાણા અને આંદ્રે રસેલ મિડલ ઓર્ડર સંભાળશે. બોલિંગની વાત કરીએ તો યુવા ખેલાડી શિવમ માવી અને કમલેશ નાગરકોટી સાથે અનુભવી પેટ કમિંસ છે. નરેન અને કુલદીપની જોડી સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
સ્ટીવ સ્મિથ, જોસ બટલર, સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, ટોમ કુર્રન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેપ ઉનાદકટ.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિંસ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી.












Click it and Unblock the Notifications
