RR vs MI : મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જાણો કઈ ટીમનું પલ્લુ ભારે?
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવા જઈ રહેલા મુકાબલામાં મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તેના પક્ષમાં છે.

આ સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સને આકરા પડકારોનો સામનો કરવો પડી શકે છે. રેકોર્ડની વાત કરીએ તો આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 29 મેચ રમાઈ છે. હેડ ટુ હેડ રેકોર્ડમાં મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર છે.
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન સામે અત્યાર સુધીમાં 15 મેચ જીતી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમ 13 મેચ જીતવામાં સફળ રહી છે. આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ અનિર્ણિત રહી હતી.
રાજસ્થાન રોયલ્સ ટીમે તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ પર વિજય મેળવ્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે.
રાજસ્થાન રોયલ્સે આ સાત મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માત્ર બે મેચમાં જ જીત નોંધાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લે 2012માં આ મેદાન પર જીત્યું હતું.












Click it and Unblock the Notifications
