RR vs SRH: જોસ બટલરની ધમાકેદાર ઈનિંગ, હૈદરાબાદને જીતવા માટે 221 રનનો ટાર્ગેટ

RR vs SRH: જોસ બટલરની ધમાકેદાર ઈનિંગ, હૈદરાબાદને જીતવા માટે 221નો ટાર્ગેટ

આઈપીએલ 2021ના 28મા મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી છે. ટોસ જીતી કેન વિલિયમસને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે જોસ બટલરના ધમાકેદાર ફોર્મે કેન વિલિયમસનના આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો. ધુઆંધાર ઈનિંગ રમી જોસ બટલરે 64 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન ફટકાર્યા.

josh buttler

બીજે છેડે યશસ્વી જેયસવાલ માત્ર 12 રન બનાવી રાશિદ ખાનની ફીરકીમાં ફસાઈ ગયો હતો. જે બાદ સંજૂ સેમસન બેટિંગ કરવા આવ્યા હતા અને 48 રનની શાનદાર ઈનિંગ રમી સંજૂ વિજય શંકરની ફિરકી પર અબ્દુલ સમાદને કેચ આપી બેઠો હતો. બાદમાં જોશ બટલર અને રિયાન પરાગની જોડીએ ટીમ માટે રન બનાવ્યા. જો કે સંદીપ શર્માના બોલ પર 124 રને બટલર આઉટ થઈ ગયા બાદ ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યા અને 3 બોલમાં 7 રન રમી ઈનિંગની સમાપ્તી કરી.

રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન સાથે 220 રનનો સ્કોર બનાવ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, રાશિદ ખાન અને વિજય શંકરના ખાતામાં 1-1 વિકેટ આવી. સનરાઈઝર્સ હૈદરાબાદે જીતવા માટે 221 રનનો ટાર્ગેટ ચેજ કરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X