રાજસ્થાન સામે હૈદરાબાદનો આજે મુકાબલો, જીતવા માંગતા હોવ તો આવી બનાવો Dream 11 ટીમ

રાજસ્થાન સામે હૈદરાબાદનો આજે મુકાબલો, જીતવા માંગતા હોવ તો આવી બનાવો Dream 11 ટીમ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો 40મો મુકાબલો આજે આંજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહ્યો છે. ધીરે ધીરે પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહેલી આ લીગમાં આજે ફરી એકવાર કરો યા મરોની મેચ જોવા મળશે, જેમાં રાજસ્થાનની ટીમનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. જ્યાં હૈદરાબાદની ટીમે લીગમાં અત્યાર સુધી રમાયેલ પોતાની 9 મેચમાંથી 3 મેચમાં જીત હાંસલ કરી 6 અંક એકઠા કર્યા છે, જ્યારે રાજસ્થાનની ટીમે 10 મેચમાં 4 જીત હાંસલ કરી છે.

srh vs rr

એવામાં પ્લેઑફના સપનાને સાકાર કરવા માટે જ્યાં રાજસ્થાનની ટીમે પોતાના બાકી ચારેય મેચમાં જીત હાંસલ કરવાની છે ત્યાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પણ બચેલી પાંચ મેચમાં જીત હાંસલ કરવાની છે. બંને ટીમમાં જે પણ ટીમ મેચ હારશે તેના માટે પ્લે ઑફમાં પહોંચવું લગભગ નામુમકિન થઈ જશે.

એવામાં ફેન્સને એક શાનદાર મેચ જોવા મળી શકે છે. આ દરમ્યાન ઘણા બધા ફેન્સ ફેન્ટસી લીગ આધારિત ગેમ અને આઈપીએલના ટાઈટલ સ્પોન્સર ડ્રીમ 11માં આ ખેલાડીઓ પર દાવ લગાવી ઈનામ જીતવાની કોશિશ કરી શકે છે. પોઈન્ટ્સ આધારિત આ ફેન્ટસી લીગમાં જો તમે પણ ભાગ લેવા વિશે વિચારી રહ્યા છો તો અમારા એક્સપર્ટ્સ તરફથી સૂચવવામા આવેલી ટીમ તમને મદદ કરી શકે છે.

ફેન્ટસી લીગ પર આધારિત આ ગેમમાં લાખો લોકો ભાગ લે છે અને પોતાની કિસ્મત અજમાવતાં પૈસા જીતવાની કોશિશ કરે ચે. ડ્રીમ 11ની ટીમ વિશે જાણતા પહેલા તમારે એ જાણવું પડશે કે આજની મેચમાં તમે કયા કયા ખેલાડીઓને રમતા જોઈ શકો છો.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવનઃ ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુનલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન, બાસિલ થમ્પી

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવનઃ રૉબિન ઉથપ્પા, બેન સ્ટૉક્સ, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંતિત રાજપૂત, કાર્તિક ત્યાગી.

Dream 11માં જીતવા માટે આવી ટીમ રાખો

વિકેટકીપરઃ જોની બેયરસ્ટો, જોસ બટલર, સંજૂ સેમસન
બેટ્સમેનઃ ડેવિડ વોર્નર, મનીષ પાંડે, રૉબિન ઉથપ્પા
ઑલરાઉન્ડરઃ વિજય શંકર, રાહુલ તેવતિયા
બોલરઃ કાર્તિક ત્યાગી, ટી નટરાજન, જોફ્રા આર્ચર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X