સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે રિયાન પરાગ? જાણો શુભમન ગીલ સાથે બ્રેકઅપ થયુ કે કેમ?
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું નામ ઘણા લોકો સાથે જોડાયુ છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે તે શુભમન ગીલને ડેટ કરી રહી છે. હવે તેનું નામ વધુ એક ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા અલી ખાન આ દિવસોમાં ભારતીય ક્રિકેટર રિયાન પરાગને ડેટ કરી રહી છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ ક્રિકેટર રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટ્રી વાયરલ થયા બાદ આ વાત જોર પકડી રહી છે.

IPL 2024માં KKRએ આ ટ્રોફી જીતી છે. IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ રિયાને IPL ખતમ થયા બાદ કંઈક એવું કર્યું છે, જેના પછી તે એક મોટા વિવાદનો ભાગ બની ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટર રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટ્રી વાયરલ થઈ છે, જેમાં તેણે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને સર્ચ કરી રહ્યો છે. જો કે, આ લીક પછી લોકો સોશિયલ મીડિયા પર રિયાનની આકરી ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિયાન પરાગ સારા અલી ખાનને ગુપ્ત રીતે ડેટ કરી રહ્યો છે. પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
જણાવી દઈએ કે, આ પહેલા સારા અલી ખાનનું નામ ભારતીય ક્રિકેટર શુભમન ગીલ સાથે પણ જોડાયું હતું. પરંતુ જ્યારે કરણ જોહરે સારાને શુભમન ગીલ વિશે સવાલ કર્યો ત્યારે એક્ટ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે તમે શુભમન વિશે ખોટી સારાને વિશે પૂછી રહ્યાં છો.
અહેવાલો અનુસાર, ક્રિકેટર શુભમન ગીલ ઘણી વખત સારા અલી ખાન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો છે. બંનેને ઘણી વખત રેસ્ટોરન્ટમાં સાથે ડિનર કરતા જોવામાં આવ્યા હતા.
જોકે બન્નેએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન શુભમન ગીલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સાથે જોડવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં લોકોએ સારા અલી ખાન પર શુભમન ગીલને છેતરવાનો આરોપ પણ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
