Sad Video: રન લેતી વખતે અચાનક મેદાન પર પડી ગયો ક્રિકેટર, હાર્ટ એટેકથી થયુ મોત, ખેલોડીઓ શોકમાં

Cricketer Dies Heart Attack: ક્રિકેટના મેદાન પર ઘણીવાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા જોવા મળે છે. ક્રિકેટની રમત એવી છે કે ખેલાડીઓને ઈજાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ડોમેસ્ટિક ટૂર્નામેન્ટથી લઈને ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ સુધી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખેલાડીઓ મેદાન પર દમ તોડતા જોવા મળ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના નોઈડામાંથી સામે આવ્યો છે. નોઈડામાં ક્રિકેટ મેચ દરમિયાન રન લેતી વખતે બેટ્સમેન મેદાનની વચ્ચે પડી ગયો હતો.

Cricketer dies

ક્રિકેટરને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે ત્યાં સુધીમાં તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. નોઈડા સેક્ટર 135માં થયેલી આ દૂર્ઘટના બાદ આ યુવા ખેલાડી જે વ્યવસાયે એન્જિનિયર હતો તેના પરિવારજનો આઘાતમાં છે. વાસ્તવમાં, મેચ દરમિયાન નૉન-સ્ટ્રાઈકર તરીકે ઊભો રહેલો 36 વર્ષીય વિકાસ મૂળ ઉત્તરાખંડનો હતો. તે એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.

રવિવારની રજા હોવાને કારણે તે નોઈડા સેક્ટર 135માં ક્રિકેટ મેચ રમવા ગયો હતો, જ્યાં દોડતી વખતે તેને મેદાનની વચ્ચે જ હાર્ટ એટેક આવ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું. આ દુઃખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે જણાવ્યું છે કે એન્જિનિયરનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ ડૉક્ટરે હાર્ટ એટેકને મૃત્યુનું કારણ જાહેર કર્યું. પરિવારજનો મૃતદેહ લઈને ચાલ્યા ગયા છે. પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને જોયા પછી, ચાહકો સતત તેમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને કોરોના કાળથી આવા કેસોમાં ભારે વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X