ગિલને લઇ સેહવાગનુ ચોંકાવનારૂ નિવેદન- પહેલા પ્રેમ હતો, હવે લગ્ન કરી લીધા છે...!

ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 34 રને હરાવ્યું હતું. ગુજરાતના ઓપનર શુભમન ગિલે 101 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Shubman Gill

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ રેકોર્ડને જાળવી રાખીને ગિલે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. હૈદરાબાદ સામે સદી ફટકારવાની સાથે જ શુભમન ગિલે આ મેદાન પર વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. IPL પહેલા આ મેદાન પર ભારત માટે ટેસ્ટ અને T20માં સદી ફટકારવાનું કામ ગિલ કરી ચૂક્યો છે.

પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે શુભમન ગિલની બેટિંગની પ્રશંસા કરી છે. એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા તેણે કહ્યું કે શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ગિલ ફોર્મમાં છે તે પણ ભારતીય ટીમ માટે સારું છે. હૈદરાબાદના બોલરો સામે તે અલગ જ લયમાં જોવા મળ્યો હતો.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનો રેકોર્ડ અદ્દભૂત રહ્યો છે. તેને આ સ્ટેડિયમ ખૂબ જ પસંદ છે. સેહવાગે મજાકમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શુભમન ગિલનો પ્રેમ સંબંધ હવે લગ્નમાં બદલાઈ ગયો છે. એવું લાગી રહ્યું હતું કે ગિલ અલગ પિચ પર બેટિંગ કરી રહ્યો હતો.

સેહવાગના મતે મોદી સ્ટેડિયમ સાથે ગિલની લવ સ્ટોરી લગ્નમાં ફેરવાઈ ગઈ છે. એવું લાગતું હતું કે તે સંપૂર્ણપણે અલગ સપાટી પર બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે બાકીના બેટ્સમેનો એક-એક રન માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ગિલ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી રહ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં શુભમન ગિલે ભારત માટે ટી20 મેચ રમતા આ મેદાન પર સદી ફટકારી હતી. શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેને આ મેદાન પર આઉટ કરવો કોઈપણ બોલર માટે આસાન નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X