Shikhar Dhawan : શિખર ધવનનું નામ ગબ્બર કેવી રીતે પડ્યુ?
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને ગબ્બરના નામથી ફેમસ શિખર ધવને ક્રિકેટને અલવિદા કહ્યું છે. શિખર ધવને એક વીડિયો પોસ્ટ કરીને રિટાયર્મેન્ટની જાહેરાત કરી.
ભારતીય ટીમ અને ફેન્સમાં ગબ્બરના નામે ફેમસ શિખર ધવનને આ નામ કેમ મળ્યુ તેને લઈને પુરી કહાની છે. આજે અમે એ તમને જણાવીશું.

નિવૃત્તિની જાહેરાત કરતા વીડિયોમાં શિખર ધવને કહ્યું કે, મારા જીવનમાં એક જ મુકામ હતો, ભારત માટે રમવાનું. હું આ લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યો, જેના માટે હું ઘણા લોકોનો આભારી છું. વાર્તાને વળાંક આપવો જરૂરી છે.
શિખર ધવને આગળ કહ્યું કે, આગળ વધવા હવે મેં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે અને મારા હૃદયમાં ખૂબ જ શાંતિ છે, હું BCCI અને ફેન્સનો પણ આભાર માનું છું.
શિખર ધવને ખુદ જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને ગબ્બર કેમ કહેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં શિખર ધવને કહ્યું કે, હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો અને સિલી પોઈન્ટ પર ઊભો હતો. જ્યારે બીજી ટીમ વચ્ચે મોટી ભાગીદારી થઈ ત્યારે તમામ ખેલાડીઓ નિરાશ થઈ રહ્યા હતા.
આ સ્થિતિમાં મેં બૂમ પાડી કે બહુત યારાના સુઅર કે બચ્ચો અને બધા જોરથી હસવા લાગ્યા. અમારા કોચે મારૂ નામ ગબ્બર રાખી દીધુ અને ત્યાંથી આ નામ એટલું પ્રખ્યાત થઈ ગયું કે આખી દુનિયાના ક્રિકેટ ચાહકો મને ગબ્બર કહે છે.












Click it and Unblock the Notifications
