શોયેબ-સાનિયાના થશે છૂટાછેડા, પૂર્વ કેપ્ટને ખુદ કર્યો ખુલાશો
પૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલિક વચ્ચે છૂટાછેડા લે તેવી અફવા જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં પૂર્વ કેપ્ટન શોયેબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ બાયો બદલ્યો છે. જેમાં શોયેબ મલિકે સાનિયા મિર્જાનું નામ પોતાના બાયોમાંથી હટાવી દીધું છે.
પાકિસ્તાની કેપ્ટને પોતે આપી હિન્ટ - શોએબે આ પહેલા પોતાના બાયોમાં સાનિયા મિર્ઝાનો ઉલ્લેખ 'હસબન્ડ ટુ અ સુપરવુમન' તરીકે કર્યો હતો. તેણે હવે આ લાઈન તેના બાયોમાંથી હટાવી દીધી છે.

શોયેબે તેના બદલે લખવામાં આવ્યું છે - લાઈવ અનબ્રોકન. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બંને ટૂંક સમયમાં એકબીજાથી અલગ થઈ શકે છે.
જ્યારે ટેનિસ લિજેન્ડ સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે આજ સુધી તેમના અલગ થવાની અફવા અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું છે, ત્યારે આ દંપતી તેમના છૂટાછેડા માટે ફરીથી ચર્ચામાં છે. 'ધ મિર્ઝા મલિક શો'માં તેમને એકસાથે જોઈને ખુશ થયેલા કપલના ફેન્સ ફરી એકવાર કપલના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચિંતિત છે.
આ સામે સાનિયાએ શોએબ મલિકની તસવીરો પણ કાઢી નાખી. આ ઈન્ડો પાક લવ સ્ટોરીનો દુઃખદ અંત આવશે તેવી અફવા છે. હાલ તેમના તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. જોકે, થોડા સમય પહેલા શોએબે છૂટાછેડાની અફવાઓને ફગાવી દીધી હતી.
એક પાકિસ્તાની ટીવીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન શોએબે દાવો કર્યો હતો કે તે અને સાનિયા અલગ થયા નથી. સાનિયા અને શોએબે 2010 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને દંપતી એક પુત્ર ઇઝાન મલિકના માતાપિતા છે.












Click it and Unblock the Notifications
