For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shubman Gill : શુભમન ગિલએ ફટકારી બીજી સદી, રમી યાદગાર ઇનિંગ

Shubman Gill : શુભમન ગિલે 89 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. વનડેમાં આ તેની બીજી અને ભારતમાં પ્રથમ સદી છે. તેણે 31મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી.

|
Google Oneindia Gujarati News

Shubman Gill : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ ચાલી રહી છે. જેની છેલ્લી મેચ આજે રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 390 બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 42, શુભમન ગિલે 116 અને કોહલીએ અણનમ 166 રન બનાવ્યા હતા.

Shubman Gill

શુભમન ગિલે 97 બોલમાં 14 ચોક્કા અને 6 છક્કા લગાવીને 116 રન બનાવ્યા હતા. ગીલે 34મી ઓવરના છેલ્લા બોલે લોંગ ઓફ પર ફર્નાન્ડોના બોલ પર ચોગ્ગો ફટકારીને તેની બીજી સદી પૂરી કરી હતી. ભારતની ઘરતી પર તેની આ પ્રથમ સદી છે.

ગિલે ઇનિંગની છઠ્ઠી ઓવરમાં જ સતત ચાર ચોગ્ગા ફટકારી હતી. આ પછી તેણે 52 બોલમાં કારકિર્દીની છઠ્ઠી અર્ધી સદી ફટકારી હતી. જે બાદ ભારતીય ઓપનરે તેને સદીમાં પરિવર્તિત કરી હતી.

શુભમન ગિલે 34મી ઓવરના ચોથા બોલ પર બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 97 બોલનો સામનો કર્યા બાદ 116 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગિલે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

તેણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ગિલે પણ કેપ્ટન રોહિત શર્મા સાથે 92 બોલમાં 95 રન જોડ્યા હતા. ગિલે અત્યાર સુધી માત્ર 18 ઇનિંગ્સમાં પાંચ અર્ધસદી અને બે સદી ફટકારી છે.

શુભમન ગિલે 2022 થી અત્યાર સુધી 64, ​​43, 98(અણનમ), 82(અણનમ), 33, 130, 28, 49, 50, 45(અણનમ), 13, 70, 21 અને 116 રનની ઇનિંગ્સ રમી છે.

ત્રીજી વનડે માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાએ પણ પોતાની XIમાં બે ફેરફાર કર્યા છે.

વિરાટ કોહલીની 73મી આંતરરાષ્ટ્રીય સદીની મદદથી ભારતે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ODIમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. આ પછી, બીજી વનડે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને 4 વિકેટે હરાવીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Shubman Gill : Shubman Gill scored his second century, played a memorable innings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X