IND vs AUS: શુભમન ગિલના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ, વિરાટ કોહલીના ક્લબમાં થયો સામેલ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને વરસાદથી પ્રભાવિત વન-ડે મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 26 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા હતા. ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (DLS) નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાને 131 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે કાંગારૂઓએ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ટીમ ઈન્ડિયાની આ હાર સાથે, યુવા બેટ્સમેન અને આ મેચમાં પ્રથમ વખત ભારતીય વન-ડે ટીમની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે.
શુભમન ગિલના નામે કયો અનિચ્છનીય રેકોર્ડ?
આ હાર સાથે શુભમન ગિલ ભારતનો એવો કેપ્ટન બની ગયો છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વન-ડે, અને T20) પ્રથમ મેચમાં હાર મળી છે.
- T20માં ઝિમ્બાબ્વે સામેની તેની પ્રથમ કેપ્ટનશીપમાં ભારત હાર્યું હતું.
- આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ કેપ્ટન તરીકેની તેની પ્રથમ મેચમાં હાર મળી હતી.
- અને હવે, ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ફોર્મેટમાં પણ પ્રથમ મેચમાં હાર મળી છે.
આ રેકોર્ડના 'અનિચ્છનીય ક્લબ'માં ગિલની એન્ટ્રી થઈ છે, જ્યાં તેના પહેલા મહાન ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. કોહલીની કેપ્ટનશીપમાં પણ ભારતે ત્રણેય ફોર્મેટની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2025માં ભારતની પ્રથમ વન-ડે હાર
આ વર્ષે વન-ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત આઠ મેચ જીતીને ભારતે ટ્રોફી જીતી હતી. સતત 8 મેચ જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાને હવે 9મી વન-ડે મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
પર્થ વન-ડેમાં ટીમ ઈન્ડિયાનું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કેએલ રાહુલે સર્વાધિક 38 રનની ઇનિંગ રમી હતી, પરંતુ અન્ય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા, જેના કારણે 26 ઓવરમાં ટીમનો સ્કોર 136/9 સુધી જ પહોંચી શક્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ સરળતાથી જીત મેળવી હતી.












Click it and Unblock the Notifications
