ક્યારેક એકબીજાને ઘમંડી સમજતા હતા બુમરાહ-સંજના ગણેશન, આવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાકિસ્તાનને પછાડવામાં ભારતની મોટી મદદ કરી છે. બુમરાહ તેની ધારદાર બોલિંગ સાથે સાથે તેની લવ સ્ટોરીને લઈને પણ ચર્ચામાં રહે છે.
જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના જાણીતા ફાસ્ટ બોલરોમાંથી એક છે. તો બીજી તરફ સંજના ગણેશન એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી.

2012 માં સંજના ગણેશન ફેમિના મિસ ઈન્ડિયા સ્ટાઈલ દિવા સ્પર્ધામાં ભાગ લીધો અને ફાઇનલમાં પહોંચી. અહીંથી જ તેની કારકિર્દી ફરી શરૂ થઈ. 6 મે 1991ના રોજ જન્મેલી સંજના ગણેશન એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર છે. તે મોડલિંગ પણ કરતી હતી.
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની પહેલી મુલાકાત 2013 IPL દરમિયાન થઈ હતી. સંજનાએ તે દરમિયાન જસપ્રિત બુમરાહનો ઈન્ટરવ્યુ લીધો હતો.
માનવામાં આવે છે કે આ મુલાકાત પછી બંને મિત્રો બની ગયા, આ પછી લાંબા સમય સુધી તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઈ.
સંજના અને જસપ્રીતની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે. બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને મીડિયાથી દૂર રાખ્યા હતા. વર્ષ 2021માં જ્યારે જસપ્રીત બુમરાહે અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ખસવુ પડ્યુ ત્યારે તેમના અફેરના સમાચાર પહેલીવાર સામે આવ્યા હતા. લગ્ન બાદ બંનેએ એક સાથે ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી.
જસપ્રીત અને સંજનાએ લગ્ન પહેલા બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંનેએ 15 માર્ચ 2021ના રોજ ગોવામાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. આ લગ્નમાં શીખ પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું.
એશિયા કપ 2023 દરમિયાન જસપ્રીત બુમરાહ તેના પરિવાર સાથે આવ્યો હતો. તે સમયે જસપ્રીત અને સંજનાના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થઈ. 4 સપ્ટેમ્બર 2023ના રોજ જસપ્રીત એક પુત્રનો પિતા બન્યો. તેણે પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રિત બુમરાહ રાખ્યું છે.












Click it and Unblock the Notifications
