IPL controversy : વિરાટ કોહલીને સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, દાદા સામે ચીકુ થઇ ગયો ચૂપ
IPL controversy : ભારતીય ટીમના બે પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ગત સપ્તાહ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ દરમિયાન બંને વચ્ચે તકરાર જોવા મળી હતી.
કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં વિરાટ કોહલી ડગઆઉટમાં બેઠેલા સૌરવ ગાંગુલીને જોઈ રહ્યો હતો. જે બાદ અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગાંગુલીએ લાઇન તોડી અને કોહલીની અવગણના કરીને અન્ય ખેલાડી સાથે હાથ મિલાવ્યો હતો.

વિરાટ કોહલીએ સોમવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર સૌરવ ગાંગુલીને અનફોલો કરીને આ આગમાં ઘી હોમ્યું હતું. કદાચ ગાંગુલી આ વિવાદને દબાવવા માંગતો નથી અને તેણે ટીટ ફોર ટેટની કહેવતને અનુસરીને કોહલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે.
ગાંગુલીએ પુષ્ટિ કરી છે કે, તેની અને કોહલી વચ્ચે કોઈ વાતચીત થઇ નથી. ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે વિવાદ શરૂ થયો હતો. કોહલીએ જણાવ્યું હતું કે, તે T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેશે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે, તે વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનું ચાલુ રાખશે.
પસંદગીકારોનું માનવું હતું કે, મર્યાદિત ઓવરના ક્રિકેટમાં કેપ્ટન હોવો જોઈએ અને કોહલીને ODI કેપ્ટનશિપમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ગાંગુલીએ દાવો કર્યો કે, તેણે વ્યક્તિગત રૂપે અને પસંદગીકારોએ કોહલીને ટી20 ઈન્ટરનેશનલ કપ્તાની ન છોડવા વિનંતી કરી હતી. જે બાદ આ વિવાદનો મધપુડો છંછેડાયો હતો.
કોહલીએ બાદમાં જણાવ્યું કે, તેને કેપ્ટનશીપથી હટાવવા અંગે જાણ કરવામાં આવી ન હતી. દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટેસ્ટ શ્રેણી 1-2 થી હારી ગયા બાદ કોહલીએ તમામ ફોર્મેટમાં સુકાની પદ છોડી દીધું હતું. ગાંગુલી અને કોહલી વચ્ચેનો વિવાદ ભારતીય ચાહકોની ચિંતા વધારી રહ્યો છે.












Click it and Unblock the Notifications
