SRH vs KKR: આજે થશે જબરદસ્ત મુકાબલો, આવી હોય શકે બંનેની Playing Xi
SRH vs KKR: આજે થશે જબરદસ્ત મુકાબલો, આવી હોય શકે બંનેની Playing Xi
નવી દિલ્હીઃ આજે એવી બે ટીમો વચ્ચે મેચ રમાવા જઈ રહી છે જેમણે પોતાના પહેલા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમ છે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ. કેકેઆરની ટીમને પાછલા મુકાબલામાં જ્યાં મુંબઈ ઈન્ડિયન્સથી હારનો સામનો કરવો પડ્યો જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને આરસીબીથી હાર સાંપડી.

બંને જ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી પાછળ છે. કોલકાતાની ટીમમાં કોઈ બદલાવની સંભાવના બહુ ઓછી છે. પરંતુ ટીમની નજર પોતાના ઓપનર શુભમન ગિલ સિવાય ઈયોન મોર્ગન અને આંદ્રે રસેલ પર જરૂર હશે. પાછલી મેચમાં એક બેટિંગ ક્રમ તરીકે આ મોટાં નામ કંઈ ખાસ નહોતા કરી શક્યા. જો કે કેપ્ટન દિનેશ કાર્તિક 30 રન બનાવી લયમાં જોવા મળ્યો હતો.
આ ઉપરાંત બોલિંગમાં પેટ કમિંસનું ફોર્મને જોતાં કેકેઆરની ઉત્સુકતા હશે કેમ કે પાછલી મેચમાં ખરાબ બોલિંગને કારણે તેના ભાગે 3 ઓવર જ આવી હતી. આ ઉપરાંત ફરી એકવાર શિવમ માવીની ગતિ જોવા માટે ભારતીય ફેન્સ ઉત્સાહિત હશે.
કેકેઆરની સંભવતિ ઈલેવનઃ સુનિલ નરીન, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, નિખિલ નાઈક, પેટ કમિંસ, શિવમ માવી, સંદીપ વારિયર, કુલદીપ યાદવ.
જ્યારે બીજી તરફ વોર્નરે મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ જેશન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી શકે છે. આ ઓલરાઉન્ડર પ્રતિયોગિતાથી બહાર થઈ ચૂક્યો છે અને જો કેન વિલિયમસન ફિટ છે તો તેને પસંદ કરી લેવામાં આવશે. નહિતર મોહમ્મદ નબી અથવા ફેબિયન એલનમાંથી કોઈને મોકો મળશે.
ટીમ ડેવિન વોર્નર પાસે રન બનાવવાની ઉમ્મીદ રાખશે અને વિજય શંકર ફોર્મમાં વાપસી કરે તેવી અપેક્ષા પણ હશે. બાકી ટીમમાં કોઈ બદલાવની શક્યતા નથી જણાઈ રહી.
સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનઃ જૉની બેયરસ્ટો, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન/ મોહમ્મદ નબી/ ફેબિયન એલન, મનીષ પાંડે, વિજય શંકર, અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી નટરાજન.












Click it and Unblock the Notifications
