SRH vs MI : ક્લાસેન-હેડ-અભિષેકની ધમાલ, હૈદરાબાદના નામે આઈપીએલ હિસ્ટ્રીનો સૌટો સ્કોર
હૈદરાબાદ સનરાઈઝર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલમાં હૈદરાબાદે આઈપીએલ હિસ્ટ્રીનો સૌથી મોટો સ્કોર ખડકી દીધો છે.
ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય મુંબઈને ભારે પડ્યો છે. હૈદરાબાદના બેટ્સમેનો સામે મુંબઈના બોલરો ફિક્કા પડ્યા અને હૈદરાબાદે આઈપીએલનો સૌથી મોટો સ્કોર ખડકી દીધો.

સૌથી પહેલા મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડે રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત કરાવી. મયંક અગ્રવાલ 11 રને આઉટ થયા બાદ ટ્રેવિસ હેડ અને અભિશેક શર્મા તોફાન બનીને આવ્યા.
ટ્રેવિસ હેડે માત્ર 18 બોલમાં તેની ફિફ્ટી પુરી કરી. જો કે આગળ જતા અભિષેક શર્માએ તેનાથી એક કદમ આગળ વધીને માત્ર 16 બોલમાં તેની ફિફ્ટી પુરી કરી. હેડે 24 બોલમાં 62 અને અભિષેક શર્માએ 23 બોલમાં 62 રનની ઈનિંગ રમી.
આ બન્ને આઉટ થયા બાદ એડન માર્કરમ અને હેનરિચ ક્લાસેને મોરચો સંભાળ્યો અને મેદાન પર ધમાલ મચાવી દીધી. આ જોડીએ 116 રનની પાર્ટનરશિપ કરી. માર્કરમે 28 બોલમાં 42 અને ક્લાસેને 34 બોલમાં 80 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ટીમને 277 રન સુધી પહોંચાડી દીધી.












Click it and Unblock the Notifications
