Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનિષા પાંડેની ધમાકેદાર ઈનિંગ, હૈદરાબાદે 8 વિકેટે મેદાન માર્યું

મનિષા પાંડેની ધમાકેદાર ઈનિંગ, હૈદરાબાદે 8 વિકેટે મેદાન માર્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગના 13મા સત્રના 40મા મુકાબલામાં બે ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન વચ્ચે મેદાન-એ-જંગ થઈ. બેટથી તો બંને કંઈ ખાસ ના કરી શક્યા પરંતુ ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવતાં ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી જીત નોંધાવી લીધી. આ જીત બાદ તેમના 10 મેચમાં 8 પોઈન્ટ થઈ ગયા છે અને હૈદરાબાદ પોઈન્ટ ટેબબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન 7મા નંબરે સરકી ગઈ છે અને તેના પ્લોઑફની ઉમ્મીદોને ઝાટકો લાગ્યો છે.

srh

મેચમાં જેસન હોલ્ડરની ઘાતક બોલિંગના દમ પર હૈદરાબાદે રાજસ્થાનને 6 વિકેટ પર 154 રન પર જ રોકી લીધા હતા. જે બાદ હૈદરાબાદે પોતાના બંને ઓપનરની વિકેટ માત્ર 16 રને જ ગુમાવી દીધી, પરંતુ ચુલબુલ પાંડે કહેવાતા મનીષ પાંડે અને વિજય શંકરે ત્રીજી વિકેટ માટે અણનમ 140 રનની ભાગીદારી નોંધાવતાં આસાનીથી જીત અપાવી દીધી. મનીષ પાંડેએ 47 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 83 રન બનાવ્યા, જ્યારે વિજય શંકરે 51 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા.

જોફ્રા આર્ચરે ઓપનર્સને આઉટ કર્યા

155 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી સનરાઈઝર્સ હૈદરાબાદને શરૂઆતી ઝટકા લાગ્યા અને જોફ્રા આર્ચરે બંને ઓપનરને ચાલતા કરતા રાજસ્થાનને ધાંસૂ શરૂઆત અપાવી. પહેલી ઓવરની ચોથી જ બોલ પર ડેવિડ વોર્નર 4 રનના સ્કોર પર બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થઈ ગયો જ્યારે બેયરસ્ટો ત્રીજી ઓવરની ચોથી બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો. તેમણે 10 રન બનાવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X