Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sunil Gavaskar : સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી, સચિનનો સો સદીનો રેકોર્ડ તોડશે આ ક્રિકેટર

Sunil Gavaskar : સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આવનારા સમયમાં આ રેકોર્ડ તોડી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 73 સદી ફટકારી છે.

Sunil Gavaskar : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સુનિલ ગાવસ્કર પોતાના નિવેદનોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તેમણે તાજેતરમાં સચીન તેંડુલકરનો 100 સદીવાળો રેકોર્ડ તૂટવા અંગે ભવિષ્યવાણી કરી છે. તેમણે એવા બેટ્સમેનનું નામ જણાવ્યું છે કે જે સચિનનો રેકોર્ડ 100 સદીનો રેકોર્ડ તોડી શકે છે. આ ખેલાડી હાલ ફુલ ફોર્મમાં છે.

સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી

સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે, હાલમાં આ રેકોર્ડની નજીક કોઈ નથી પહોંચી શક્યું,પરંતુ સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આવનારા સમયમાં આ રેકોર્ડ તોડી શકે છે.ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 73 સદી ફટકારી છે.

100 સદી ફટકારવાથી 27 પગલા દૂર છે

100 સદી ફટકારવાથી 27 પગલા દૂર છે

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, જો વિરાટ કોહલી આગામી 5 કે 6 વર્ષ સુધી ક્રિકેટ રમશે, તો તે સચિનતેંડુલકરનો આ રેકોર્ડ તોડી નાખશે. તેની સરેરાશ દર વર્ષે 6-7 સદી છે. જો તે 40 વર્ષની ઉંમર સુધી રમશે, તો આગામી 4-5 વર્ષમાં તેસદીના મામલે સચિન કરતા પણ આગળ નીકળી જશે.

IPL 2023 પહેલા તૂટી શકે છે આ રેકોર્ડ

IPL 2023 પહેલા તૂટી શકે છે આ રેકોર્ડ

વનડેમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો સચિન તેંડુલકરના નામે 49 સદી છે, જ્યારે વિરાટ કોહલીએ વનડેમાં 46 સદી ફટકારી છે.વનડેમાં સૌથી વધુ સદીના રેકોર્ડ વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, 'વિરાટ અત્યારે જે ફોર્મમાં રમી રહ્યો છે.

હવે આપણીટીમ પાસે ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને ઓસ્ટ્રેલિયા સામે વધુ 3 વનડે છે. એટલે કે IPL પહેલા 6 ODI અને વિરાટને સચિનનીબરાબરી કરવા માટે વધુ 3 સદીની જરૂર છે. હવે તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તે જોતા મને લાગે છે કે, તે IPL પહેલા પણ સૌથી વધુવનડે સદીના સચિનના રેકોર્ડને તોડી નાખશે

શ્રીલંકાની શ્રેણીમાં 2 સદી

શ્રીલંકાની શ્રેણીમાં 2 સદી

વિરાટ કોહલીએ તાજેતરમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ ઇનિંગ્સમાં 141.50 ની એવરેજ અને 137.37 ની સ્ટ્રાઇક રેટથી283 રન બનાવ્યા હતા. તેણે ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં સદી ફટકારી હતી. આ શાનદાર રમતના કારણે વિરાટ કોહલીને પ્લેયર ઓફધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X