IPL 2020: સુરેશ રૈનાની વાપસી પર CSKએ ચુપ્પી તોડી

IPL 2020: સુરેશ રૈનાની વાપસી પર CSKએ ચુપ્પી તોડી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં લીગની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ખરાબ સમયનો સામનો કરવો પડી રહ્યો છે. પાછલી બે મેચમાં બેટ્સમેનના ખરાબ પ્રદર્શનને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સીએસકેની હાર બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર ટીમના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈનાની વાપસીને લઈ અભિયાન છેડી દીધું છે. પરંતુ સીએસકેના સીઈઓએ સ્પષ્ટ કરી દીધું કે આ સીઝનમાં રૈનાનું રમવું મુશ્કેલ છે.

suresh rain

આઈપીએલના બીજા સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈના કોરોના વાયરસના ખતરાના કારણે આ સીઝનમાં ભાગ નથી લઈ રહ્યા. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હોટલ રૂમ જેવી બાબતે ટીમ મેનેજમેન્ટ અને સુરેશ રૈના સાથે બબાલ થયા બાદ રૈના ટીમથી બહાર થઈ ગયો. સીએસકેના સીઈઓએ કહ્યું કે, "રૈનાએ આ સીઝન માટે ખુદને ઉપલબ્ધ નથી જણાવ્યો. અમે રૈનાના ફેસલાનું સમ્માન કરીએ છીએ. રૈનાને પાછો લાવવા વિશે અમે વિચાર નથી કરી રહ્યા."

સીઈઓએ સીએસકેની જોરદાર વાપસીનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, "ફેન્સે અમારી ટીમને સૌથી વધુ પસંદ કરી છે. એમને અમે વિશ્વાસ અપાી છીએ કે સીએસકેની ટીમ આ સીઝનમાં જોરદાર રીતે વાપસી કરશે. અમે ફેન્સના ચહેરાની ખુશીઓ જરૂર પરત લાવશું."

સીએસકેના સીઈઓએ અંબાતી રાયડૂની વાપસીની પુષ્ટિ કરી દીધી છે. સીઈઓનું કહેવું છે કે રાયડૂ 2 ઓક્ટોબરે રમાનાર મેચ માટે ઉપલબ્ધ થશે. રાયડૂ ઈજાગ્રસ્ત થયા બાદ બે મેચ નહોતો રમી શક્યો અને તેની ગેરહાજરીમાં ટીમનો મીડલ ઓર્ડર કમજોર જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે ચેન્નઈ સુપર કિંગ્સે રાયડૂની 71 રનની ઈનિંગની મદદથી લીગનો શંખનાદ કરી દીધો હતો. રપંતુ સીએસકે બીજા મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 16 રને અને દિલ્હી કેપિટલ્સ સામે 44 રને હારી ગઈ. ટીમના બોલર ખુબ રન લૂંટાવી રહ્યા છે તે પણ ધોની માટે ચિંતાનો વિષય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X