ICC T20 રેન્કિંગમાં નંબર વન બન્યો સુર્યકુમાર યાદવ, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે પણ લગાવી મોટી છલાંગ
ટી20 વર્લ્ડ કપ 2022માં ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આઈસીસી ટી20 રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે. ICCની તાજેતરની રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં ટોપ બેટ્સમેન
ટી20 વર્લ્ડ કપ 2022માં ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આઈસીસી ટી20 રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે. ICCની તાજેતરની રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં ટોપ બેટ્સમેન બની ગયો છે. બુધવારે તેની તાજેતરની રેન્કિંગમાં, ICC એ સૂર્યકુમાર યાદવને T20 આંતરરાષ્ટ્રીયમાં નંબર વન સ્થાને રાખ્યો છે. સૂર્યકુમાર યાદવ 859 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડ્યો છે.

ટી20 વર્લ્ડકપમાં ચાલ્યો સુર્યકુમારનો બલ્લો
તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવનું બેટ ખૂબ ગર્જ્યું હતું. તેણે વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં 59.75ની એવરેજથી શાનદાર બેટિંગ કરીને 239 રન બનાવ્યા હતા. આ દરમિયાન 6 ઇનિંગ્સમાં તેનો સ્ટ્રાઇક રેટ 189.68 હતો. સૂર્યા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડ કપમાં પણ ત્રણ અર્ધસદી ફટકારી હતી. તેણે નેધરલેન્ડ સામે અણનમ 51, દક્ષિણ આફ્રિકા સામે 68 અને ઝિમ્બાબ્વે સામે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે પણ લગાવી છલાંગ
સૂર્યકુમાર યાદવને તેના પ્રદર્શનથી ઘણો ફાયદો થયો અને તે T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. સૂર્યા ઉપરાંત ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે ટી20 રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો કર્યો છે. T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારત સામે 47 બોલમાં 86 રન બનાવનાર એલેક્સ હેલ્સ ICC રેન્કિંગમાં 12માં સ્થાને પહોંચી ગયો છે. તેણે સીધા 10 સ્થાનની છલાંગ લગાવી છે. તે અગાઉ 22મા ક્રમે હતો. એલેક્સ હેલ્સ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. તેણે 42.40ની એવરેજથી 212 રન બનાવ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
