Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 WC 2024 : વર્ષો પછી પણ અતૂટ છે MS Dhoni નો આ T20 વર્લ્ડ કપ રેકોર્ડ, કોઈ ખેલાડી આસપાસ પણ નથી

મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર કેપ્ટન છે જેને ભારતને આ ટ્રોફી જીતાડી છે. ટ્રોફી સાથે સાથે ઘણા એવા પણ રેકોર્ડ છે જે આજે પણ ઘોનીના નામે અતૂટ છે.

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2007માં આ ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારથી આજ સુધી ટીમ ચેમ્પિયન બની શકી નથી. ભારતને પોતાની કેપ્ટનશિપમાં ત્રણ ICC ટ્રોફી જીતાડનાર ધોનીએ T20 વર્લ્ડ કપમાં પણ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

MS Dhoni

ટી20 વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ આઉટ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધોનીના નામે છે. ધોની 2007 થી 2016 ની વચ્ચે રમાયેલા તમામ T20 વર્લ્ડ કપનો ભાગ હતો અને તેણે વિકેટ કીપિંગ દરમિયાન 32 વિકેટ લીધી, જેમાં 21 કેચ અને 11 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

ધોનીએ T20 વર્લ્ડ કપની કુલ 33 મેચ રમી છે. આ લિસ્ટમાં તેની આસપાસ કોઈ એક્ટિવ ક્રિકેટર નથી. ધોની ટોપ-10માં એકમાત્ર ભારતીય છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા વિકેટકીપર
એમએસ ધોની (ભારત) - 32
કામરાન અકમલ (પાકિસ્તાન) - 30
દિનેશ રામદિન (વેસ્ટ ઈન્ડિઝ) - 27
કુમાર સંગાકારા (શ્રીલંકા) - 26
ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) - 22
મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) - 19
જોસ બટલર (ઇંગ્લેન્ડ) - 18
મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા) - 17
માર્ક બાઉચર (દક્ષિણ આફ્રિકા) - 16
મોહમ્મદ શહઝાદ (અફઘાનિસ્તાન) - 13

ટી20 વર્લ્ડ કપમાં ધોનીએ 29 ઇનિંગ્સમાં 529 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ધોનીનો સર્વોચ્ચ સ્કોર 45 રન છે. વિકેટ કીપર બેટ્સમેન તરીકે ધોનીથી આગળ કોઈ અન્ય ભારતીય ખેલાડી નથી.

એક બેટ્સમેન તરીકે વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ 27 મેચમાં 81ની એવરેજથી 1141 રન બનાવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X