For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG Semifinal 2: ઈંગ્લેન્ડને ટક્કર આપવા મેદાન-એ-જંગ ખેલાશે કાલે, આ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

IND vs ENG Semifinal 2: ઈંગ્લેન્ડને ટક્કર આપવા મેદાન-એ-જંગ ખેલાશે કાલે, આ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

|
Google Oneindia Gujarati News

IND vs ENG, 2nd Semi-Final: આજે બુધવારે પહેલી સેમી-ફાઈનલ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રોમાંચક ગેમ જોવા મળી, જેમાં પાકિસ્તાન 7 વિકેટે વિજયી બન્યું. હવે આવતી કાલે એટલે કે ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમી-ફાઈનલ મેચ રમાશે. આ મુકાબલામાં ભારતીય ટીમ કયા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે તેની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા બાદ ચાહકોની ચિંતા વધી ગઈ છે. ભારત આ મુકાબલામાં પોતાની બેસ્ટ પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરવા માંગશે.

કેપ્ટને જાદૂઈ ઈનિંગ રમવી પડશે

કેપ્ટને જાદૂઈ ઈનિંગ રમવી પડશે

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે ફીટ છે. રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ ડરામણા સપના જેવો રહ્યો. નેધરલેન્ડ સામે રોહિતે ફીફ્ટી તો જરૂર બનાવી હતી, પરંતુ તે સિવાયની આખી ટૂર્નામેન્ટમાં તેમનું બેટ મૌન વ્રત લઈને બેઠું હતું. એવામાં ફેન્સ રોહિત શર્મા પાસેથી સેમીફાઈનલમાં જાદૂઈ ઈનિંગની અપેક્ષા રાખી રહ્યા છે.

પંત કે કાર્તિક? કોને મોકો મળશે

પંત કે કાર્તિક? કોને મોકો મળશે

દિનેશ કાર્તિક અને ઋષભ પંતને લઈ ચર્ચાઓનો માહોલ ગરમ છે. આ બંને ખેલાડીઓમાંથી પ્લેઈંગ ઈલેવનમાં કોને સામેલ કરવામાં આવશે? આ સવાલ ફેન્સના મનમાં સતત ગુંજી રહ્યો છે. સેમીફાઈનલ પહેલાં વર્લ્ડ કપમાં પહેલીવાર ઋષભ પંતને રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો મોકો આપ્યો. ઓસ્ટ્રેલિયામાં ઋષભ પંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને ઈંગ્લેન્ડ સામે વનડેમાં હાલમાં જ તેમણે સદી ફટકારી સિરીઝ જીતવામાં સિંહફાળો નોંધાવ્યો હતો.

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આ ખેલાડીઓ પર નજર

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આ ખેલાડીઓ પર નજર

બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહે ભારતના તેજ બોલર જસપ્રીત બુમરાહની કમી પૂરી કરી છે. નવી બોલ સાથે ભૂવનેશ્વર કુમારનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. મોહમ્મદ શમી અને આર અશ્વિને પણ મધ્યમ ઓવર્સમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા છે. એવામાં જોવું દિલચસ્પ રહેશે કે કેપ્ટન આ મહા મુકાબલા માટે યુઝવેન્દ્ર ચહલને મોકો આપશે કે કેમ? અક્ષર પટેલ પણ અત્યાર સુધી બોલ અને બેટથી આ વર્લ્ડ કપમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.

ઈંગ્લેન્ડઃ જોસ બટલર, એલેક્સ હેલ્સ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સૈમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, માર્ક વુડ/ ડેવિડ વિલી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 WC IND vs ENG 2nd Semi Final: Probable Playing Xi, Preview, and team analysis in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X