T20 World cup 2021: ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરાઈ, મોટા માથાઓની વાપસી!

ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયાની આ ટીમનું નેતૃત્વ કરશે.

ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયાની આ ટીમનું નેતૃત્વ કરશે. ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ક્રિકેટરો ટીમમાં પાછા ફર્યા છે. ડેન ક્રિશ્ચિયન, નાથન એલિસ અને ડેનિયલ સેમ્સની બેકઅપ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. અનકેપ્ડ જોશ ઇંગ્લિસને ટીમમાં બેક-અપ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

T20 World cup 2021

ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામેની T20I શ્રેણીમાં નહોંતા રમ્યા.આ બધાએ T20 માં પુનરાગમન કર્યું છે. સ્ટીવ સ્મિથ કોણીની ઈજામાંથી પુનરાગમન કરી રહ્યો છે અને કેપ્ટન એરોન ફિન્ચ પણ ઘૂંટણની સર્જરીથી ઝડપી સ્વસ્થ થઈ રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનાર ટી 20 વર્લ્ડ કપને જોતા ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિશેલ સ્વેપસન, એશ્ટન અગર, એડમ ઝામ્પા અને ગ્લેન મેક્સવેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ ઓક્ટોબરની શરૂઆતમાં યુએઈ માટે રવાના થશે.

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્વીપસન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર , એડમએડમ ઝામ્પા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X