T20 world cup 2022 : પર્થમાં રોહિત શર્મા રચશે ઇતિહાસ? આટલા બોલમાં તુટશે ગેલનો રેકોર્ડ

T20 world cup 2022 : ક્રિકેટની દુનિયામાં હિટમેન ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું બેટ જ્યારે ચાલે છે, ત્યારે બોલરના છક્કા છુટી જાય છે. મુંબઇના રહેવાસી રોહિત શર્માએ દરેક ફોર્મેટમાં અનેક રેકોર્ડ બનાવ્યો છે.

T20 world cup 2022 : ક્રિકેટની દુનિયામાં હિટમેન ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું બેટ જ્યારે ચાલે છે, ત્યારે બોલરના છક્કા છુટી જાય છે. મુંબઇના રહેવાસી રોહિત શર્માએ દરેક ફોર્મેટમાં અનેક રેકોર્ડ બનાવ્યો છે. હાલ રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહ્યા છે.

આ સાથે સમગ્ર દેશને 15 વર્ષના લાંબાગાળા બાદ ટી20 વિશ્વ કપ ભારતીય ક્રિકેટ ટીમ જીતે તેવી આશા સાથે મેચ જોઇ રહ્યો છે. આ વચ્ચે રોહિત શર્મા પોતાના નામે એક રેકોર્ડ કરી શકે છે, જે હાલ ક્રિશ ગેલના નામે છે.

રોહિતના નામે 495 છગ્ગા છે

રોહિતના નામે 495 છગ્ગા છે

રોહિત શર્મા જ્યારે ફોર્મમાં હોય છે, ત્યારે તે દરેક બોલર પર સિક્સર મારી શકે છે. તેણે ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 422 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 495 સિક્સર ફટકારી છે.

જો રોહિત રવિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે વધુ પાંચ છગ્ગા ફટકારે છે, તો તે વિશ્વ ક્રિકેટમાં 500 છગ્ગા ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની જશે. રોહિતના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 41 સદી છે.

ટોપ પર છે ક્રિસ ગેલ

ટોપ પર છે ક્રિસ ગેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ક્રિકેટરોની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. ગેલનાનામે 483 મેચમાં 553 છગ્ગા છે.

આ દરમિયાન તેણે 42 સદી અને 105 અડધી સદી ફટકારી છે. જો રોહિત શર્મા આ જ સ્ટાઈલમાં રમવાનુંચાલુ રાખશે, તો આવતા વર્ષ સુધીમાં તે ગેલનો રેકોર્ડ પણ તોડી નાખશે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરમારનારા અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો ક્રિસ ગેલ અને રોહિત શર્મા પછી શાહિદ આફ્રિદી, મેક્કુલમ અને માર્ટિન ગુપ્ટિલ આવે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા સાથે ટોચના 5 બેટ્સમેન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા સાથે ટોચના 5 બેટ્સમેન

  • ક્રિસ ગેલ - 553
  • રોહિત શર્મા - 495
  • શાહિદ આફ્રિદી - 476
  • બ્રેન્ડન મેક્કુલમ - 398
  • માર્ટિન ગુપ્ટિલ - 383
T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન

T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની વર્તમાન આવૃત્તિમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે તેની બંને મેચ જીતી છે. રોહિતનીકેપ્ટનશીપવાળી ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને જીત સાથે શરૂઆત કરી અને પછી નેધરલેન્ડને હરાવી હતી. હવે તેની નજર દક્ષિણઆફ્રિકા સામેની મેચ જીતવા પર છે. ટીમ ઈન્ડિયા અત્યારે પોતાના ગ્રુપમાં ટોપ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X