T20 World Cup 2022 Semi Final : ભારતની શર્મનાક હાર, ઇંગ્લેન્ડની 10 વિકેટે જીત
T20 World Cup 2022 Semi Final : આજે ટી20 વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા.
T20 World Cup 2022 Semi Final : આજે ટી20 વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાયો હતો. ભારતીય ટીમ આ મેચ જીતી જાય તો રવિવારે પાકિસ્તાન અને ભારત સામે રિવાઈવલ મુકાબલાની ફેન્સ આશા સેવી રહ્યા હતા, જો કે ભારતીય ટીમના ખરાબ પ્રદર્શને તમામ ચાહકોના સપનાંઓ પર પાણીઢોર કર્યું છે.
જો કે ટોસ હારીને જ આ મેચ ઈંગ્લેન્ડની ઝોલીમાં ચાલી ગઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો ચતુર નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના ઓપનર્સ ગેમને પીક-અપ ના અપાવી શક્યા અને બેટ્સમેન કે બોલર્સ કોઈ પાવરપ્લેનો યોગ્ય ઉપયોગ ના કરી શક્યા.

હાલમાં જ ફોર્મમાં આવેલા કેએલ રાહુલ માત્ર 5 રનમાં આઉટ થઈ ગયો હતો, શર્માએ થોડી ઉમ્મીદ જગાવી હતી પરંતુ કેપ્ટન પણ 28 બોલથી વધુ રમી ના શક્યા. રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવ પણ 14 રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો. જો કે બાદમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ભારતીય ફેન્સની આશા જગાવી હતી અને સ્કોર 168 સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 190.91ની સ્ટ્રાઈક રેટથી 33 બોલમાં 66 રનનો સ્કોર ખડક્યો હતો.
જીતવા માટે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જો કે ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સ અને જોશ ધી બોસ બટલરે આસાનીથી આ ટાર્ગેટ હાંસલ કરી લીધો. ભારતીય ટીમના એકેય બોલર તેમને રોકી ના શક્યા. અને બટલરે 163.27ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 80 રન અને એલેક્સ હેલ્સે 182.98ની સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 86 રન ફટકારી ઈંગ્લેન્ડને ફાઈનલમાં પહોંચાડી દીધી. આ મેચમાં એલેક્સ હાલેસ અને જોસ બટલરે 170 રનની ભાગીદારી કરી હતી.
હવે વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે જ્યાં પાડોશીઓ આપણો બદલો લેવા મેદાન-એ-જંગમાં ઉતરશે.












Click it and Unblock the Notifications
