T20 World Cup 2024:આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા
T20 World Cup 2024: ટી20 વિશ્વ કપ આ વર્ષે વેસ્ટઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ટૂર્નામેન્ટમાં પહેલીવાર 20 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટનું ઉદ્ધાટન મેચ એક જૂનના રોજ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 9 જૂનના રોજ ન્યૂયોર્કમાં રમશે.
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ફોર્મેટમાં વાપસી કરી શકે છે, જો બંને ખેલાડી ટૂર્નામેન્ટમાં રમે છે, તો ભારતની સંભવિત ટીમ કેવી હશે.
T20 વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે રોહિત શર્મા અને વિરાટ કોહલી - પીટીઆઈના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય સ્ટાર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનવા આતુર છે. રોહિત અને કોહલી બંને નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ બાદ ભારત તરફથી સૌથી ટૂંકા ફોર્મેટમાં રમ્યા નથી.

પીટીઆઈના અહેવાલ મુજબ, આઈપીએલ 2024ના પહેલા મહિનામાં સંભવિત ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસને જોયા પછી જ ટી20 વર્લ્ડ કપ 2024 અંગે નિર્ણય લેવામાં આવશે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની આગામી ત્રણ મેચની T20 સિરિઝમાં ભાગ લેશે નહીં, જ્યારે મોટાભાગના ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ પછી ઘરેલું સિરિઝમાં ભાગ લે, તેવી શક્યતા નથી.
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ ન હોવાને કારણે, અફઘાનિસ્તાન સિરિઝ તમને વર્લ્ડ કપની ટીમ વિશે કોઈ મોટી માહિતી આપી શકશે નહીં. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રને ટાંકીને બીસીસીઆઈએ કહ્યું કે, ટી20 વર્લ્ડ કપને લઈને તમામ બાબતો આઈપીએલના પહેલા મહિનાના આધારે નક્કી કરવામાં આવશે. આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને IPL દરમિયાન કુલ 30 ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે.
રોહિત અને વિરાટ કોહલી સિવાય યશસ્વી જયસ્વાલ ટી-20 વર્લ્ડ કપ ટીમમાં ડાબા હાથના બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે. ઇશાન કિશનને નીચેના ક્રમમાં સામેલ કરી શકાય છે. બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્પિનરોમાં કુલદીપ યાદવ એકમાત્ર બોલર હોઈ શકે છે. ઓલરાઉન્ડરોમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જેડજાનો સમાવેશ થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે આ બની શકે છે સંભવિત ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
