T20 World Cup 2024 : સુપર 8માં ભારતનો મુકાબલો કઈ ટીમ સામે? જોઈ લો પુરો કાર્યક્રમ
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના તમામ 3 મુકાબલા જીતીને સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. ભારત સુપર 8માં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પહોંચવા પ્રયત્ન કરશે.
ભારત ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી ચૂક્યું છે. હવે તે બાકીની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ત્રણ મેચમાં શાનદાર જીત નોંધાવી છે.

સુપર 8 મેચની વાત કરીએ તો ભારતની પ્રથમ મેચ 20 જૂને છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ સમય ભારતીય દર્શકોની સુવિધા માટે નક્કી કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની એક છેલ્લી ગ્રુપ મેચ બાકી છે. આ કેનેડાની છે. ભારત અને કેનેડા વચ્ચે શનિવારે સાંજે ફ્લોરિડામાં મેચ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાની પ્રથમ સુપર 8 મેચ ગ્રુપ સીની ટોચની ટીમ સામે થશે.
આ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમાશે. આ પછી ભારતનો મુકાબલો ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. આ મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમાશે.
ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે. આમાં તેની સાથે પાંચ ટીમ છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. યુએસએ બીજા સ્થાને છે. તેણે 3 મેચ રમી છે અને 2 જીતી છે. તેના 4 પોઈન્ટ છે. યુએસએ પાસે હજુ પણ સુપર 8માં પહોંચવાની તક છે. પરંતુ આ માટે તેણે છેલ્લી મેચ જીતવી પડશે. યુએસએ આયર્લેન્ડ સામે ટકરાશે.
જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 26 જૂને ત્રિનિદાદમાં રમાશે. આ પછી બીજી સેમિફાઇનલ 27 જૂને ગુયાનામાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.












Click it and Unblock the Notifications
