T20 World Cup : વર્લ્ડ કપ ટીમમાં રિંકુ સિંહને સામેલ ન કરવા અંગે અજીત અગરકરે ખુલાસો કર્યો
ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં સિલેક્શન ન થતા રિંકુ સિંહ નિરાશ છે. જો કે હવે તેના સિલેક્શન ન થવા પાછળના કારણનો ખુબ ચીફ સિલેક્ટર અજીત અગરકરે ખુલાસો કર્યો છે.
બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે રિંકુ સિંહને પસંદ ન કરવા અંગે કહ્યું કે આ કદાચ સૌથી મુશ્કેલ બાબત છે જેના પર આપણે ચર્ચા કરવી પડશે. રિંકુએ કશું ખોટું કર્યું નથી અને ન તો શુભમન ગિલે. આ બધું ટીમ કોમ્બિનેશન અને પરિસ્થિતીને લઈને છે.

અગરકરે કહ્યું કે, અમારી પાસે પૂરતા વિકલ્પો છે. ટીમમાં કેટલાક સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મને નથી લાગતું કે તેને રિંકુ સિંહ સાથે કોઈ લેવાદેવા છે. તે તેની ભૂલ નથી કે તે ટીમમાં રહેવાથી ચૂકી ગયો. અંતે તમે ફક્ત 15 ખેલાડીઓ જ પસંદ કરી શકો છો. રિંકુ રિઝર્વમાં છે, આના પરથી સમજી શકાય છે કે તે ટીમમાં સામેલ થવામાં કેટલી નજીક હતો.
રોહિત શર્માએ પણ ઘણી વાતો કહી. ટીમમાં ચાર સ્પિનરો અંગે રોહિત શર્માએ કહ્યું કે હું ઈચ્છતો હતો કે ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવે. તેનું કારણ અત્યારે કહી શકતો નથી પણ યુએસ ગયા પછી જણાવીશ. નોંધનીય છે કે રિંકુ સિંહને વધુ સ્પિન વિકલ્પોના કારણે જગ્યા મળી શકી નથી.












Click it and Unblock the Notifications
