T20 World Cup: શું પાકિસ્તાન ફરી દોહરાવશે 1992ની કહાની? શું ફરી બનશે ચેમ્પિયન?
T20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલનો મુકાબલો રમાયો હતો. આ મેચમાં પાકિસ્તાને આસાનથી 19.1 ઓવરમાં જ જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
T20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલનો મુકાબલો રમાયો હતો. આ મેચમાં પાકિસ્તાને આસાનથી 19.1 ઓવરમાં જ જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. પાકિસ્તાન થોડા દિવસો પહેલા વિશ્વ કપમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, તેણે ધમાકેદાર કમબેક કર્યું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ.

1992ની જીત સાથે મળે છે સંયોગ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઘણા ઉતાર-ચઢાવ સાથે ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા પણ પાકિસ્તાન સાથે આવું બન્યું છે. વર્ષ 1992માં પણ પાકિસ્તાનની ટીમે આવી જ રીતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જે બાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાનની જીત પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના મનમાં હજુ પણ તાજી છે.

શું પાકિસ્તાન ફરી ઇતિહાસ દોહરાવશે?
ઓસ્ટ્રેલિયા વર્ષ 1992માં વર્લ્ડ કપનું યજમાન હતું. તે સમયે ઓસ્ટ્રેલિયા પણ લીગ મેચમાં બહાર થઈ ગયું હતું, એટલું જ નહીં તે સમયે પાકિસ્તાનને પણ લીગ મેચમાં ભારતે હરાવ્યું હતું. આ પછી તે સમયે પણ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને પાકિસ્તાને હરાવ્યું હતું. આટલા સંયોગો મળ્યા બાદ પાકિસ્તાની ચાહકો ઘણા ખુશ છે. તેમનું માનવું છે કે આ વર્ષે પણ વર્લ્ડ કપ પાકિસ્તાનના નામે રહેશે.

1992 અને 2022ની સમાન કહાની
પાકિસ્તાનની સેમિફાઇનલ જીત સુધીની સફર 1992 જેવી જ રહી છે. 1992માં ન્યુઝીલેન્ડ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હતું અને સેમી ફાઈનલ જીતીને પાકિસ્તાન દ્વારા બહાર ફેંકાઈ ગયું હતું. મેલબોર્નમાં ભારત સામે પાકિસ્તાન તેની પ્રથમ મેચ હારી ગયું હતું, જેમ આ વખતે પણ બન્યું છે. આ માત્ર સંયોગો છે પરંતુ પાકિસ્તાન જે રીતે ક્રિકેટ રમી રહ્યું છે, આવી સ્થિતિમાં જો તે વર્લ્ડ ચેમ્પિયન બને તો કોઈને નવાઈ નહીં લાગે.












Click it and Unblock the Notifications
