
બ્રાવો સાથેના અફેરની વાત પર બોલીવુડ અભિનેત્રીની સફાઈ
આઈપીએલનો ખુમાર દરેક પર છવાયેલો છે. ખેલાડી મેદાનમાં તો દર્શકોનું મનોરંજન કરે જ છે મેદાની બહાર પણ તેમની ચર્ચાઓ થતી જ રહે છે. ચેન્નઈ સુપરકિંગના હરફનમૌલા ખેલાડી ડવેન બ્રાવો પોતાના અંદાજથી લોકપ્રિય બનેલા છે. બેટિંગ હોય કે બોલિંગ બંને મોરચે બ્રાવોનું પ્રદર્શન ચેન્નઈ માટે ઘણુ મહત્વનું છે.

બોલીવુડ અભિનેત્રી સાથે ડેટ
આ હરફનમૌલા ખેલાડીની ચર્ચા હમણાથી એક બોલીવુડ અભિનેત્રી સાથે ચાલી રહી છે. વાસ્તવમાં બ્રાવો અને નતાશાને મુંબઈની એક હોટલમાં સાથે કોફી પીતા જોવામાં આવ્યા હતા. ત્યારથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમને જણાવી દઈએ કે ડવેન બ્રાવોએ જ્યારે મુંબઈની સામે મેચ રમી હતી ત્યારે પણ નતાશા મેદાનમાં બ્રાવોને ચીયર કરતી દેખાઈ હતી.

નતાશાએ આપી સફાઈ
પોતાની આ અફવાઓથી ત્રસ્ત નતાશાએ સફાઈ આપી છે. તેણે પોતાની વાત ઈન્સ્ટાગ્રામ શેયર પર કરતાં કહ્યું છે કે તે અને બ્રાવો બંને માત્ર સારા દોસ્ત છે. તેણે કહ્યું કે તેના માટે પ્રેમ અત્યારે સૌથી છેલ્લી પ્રાયોરિટીમાં આવે છે અને અત્યારે તેનું સમગ્ર ફોકસ પોતાના કામ પર છે. આગળ તે લખે છે કે આ હું છેલ્લી વાર કહી રહી છું. કદાચ આ ચર્ચા અહીં જ અટકી જાય.

માત્ર સાર દોસ્ત
તેણે કહ્યુ કે હું અને બ્રાવો ખૂબ સારા દોસ્ત છીએ અને બ્રાવો બહુ સારા ક્રિકેટરની સાથે સાથે એક સારા ગાયક પણ છે. નતાશાએ લખ્યુ કે જ્યારે પણ બે જણ પરસ્પર મળે છે ત્યારે તેમને એક અલગ જ નજરે જોવામાં આવે છે. શું બે અલગ સેક્સના લોકો સારા દોસ્ત ના હોઈ શકે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો