Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - LSG vs PBKS

Today's IPL 2023 Match: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજની મેચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. IPLની 38મી મેચમાં મોહાલીના PCA સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી બંને ટીમો વચ્ચે ટક્કર થશે.

આજની મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબ કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામેની શાનદાર જીત બાદ લખનઉ સુપર જાયન્ટ્સની યજમાની કરવા માટે તૈયાર છે. પંજાબે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે, સાતમાંથી ચાર મેચ જીતી છે.

ipl 2023

બીજી તરફ લખનઉને તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉ સુપર જાયન્ટસે પણ અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાં ચારમાં જીત અને ત્રણમાં હાર થઈ છે.

કાઈલ મેયર્સે એલએસજી માટે અસાધારણ રીતે સારુ પ્રદર્શન કર્યુ છે, જ્યારે કૃણાલ પંડ્યાનુ પણ ઘણી વાર સારુ પ્રદર્શન જોવા મળ્યુ છે. બોલરોમાં માર્ક વૂડ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે તેવી સંભાવના છે જ્યારે રવિ બિશ્નોઈ તેની ભૂતપૂર્વ ટીમ સામે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

શિખર ધવન લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પુનરાગમન કરશે કે કેમ તેની કોઈ પુષ્ટિ નથી. જોકે, ધવનની ગેરહાજરીમાં પ્રભસિમરન સિંહ, સેમ કુરન, અર્શદીપ અને જીતેશ શર્માએ ખરેખર સારું પ્રદર્શન કર્યુ છે. આવી સ્થિતિમાં લખનઉ સુપર જાયન્ટ્સ શુક્રવારે પંજાબ સામેની IPLની મહત્વની મેચમાં પોતાના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. બંને ટીમોએ સાતમાંથી ચાર મેચ જીતી છે.

136 રનના આસાન ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત સામેની છેલ્લી મેચમાં હાર્યા બાદ લખનઉ ચોક્કસપણે પોતાની રણનીતિમાં થોડો ફેરફાર કરી શકે છે, કેપ્ટન કેએલ રાહુલ હજુ સુધી ટીમ માટે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી, રાહુલનો સ્ટ્રાઈક રેટ હજુ પણ 113.91 રહ્યો છે.

આ સિઝનમાં પીસીએ સ્ટેડિયમ પર હજુ સુધી 200 રનનો સ્કોર થઈ શક્યો નથી. ફાસ્ટ બોલર માર્ક વૂડની ગેરહાજરીમાં લખનઉનું બોલિંગ વિભાગ ચોક્કસપણે કેપ્ટન માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ પંજાબ કિંગ્સ છેલ્લી બે મેચ હાર્યા બાદ બાઉન્સ બેક કરવા માટે જોઈશે. નિયમિત સુકાની શિખર ધવન ખભાની ઈજાને કારણે ત્રણ મેચો ચૂકી ગયો હતો પરંતુ હવે તે પુનરાગમન કરી શકે છે. સ્ટેન્ડ-ઇન કેપ્ટન ફોર્મમાં જોવા મળી શકે છે.

IPLમાં આજે કોની છે મેચ

IPL 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મોહાલીના PCA ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), કાઈલ મેયર્સ, દીપક હુડા, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, નિકોલસ પૂરન (વિકેટકીપર), નવીન ઉલ હક, આયુષ બડોની, આવેશ ખાન, કરણ શર્મા, યુદ્ધવીર ચરક, યશ ઠાકુર, રોમા શેફર્ડ, માર્ક વુડ, સ્વપ્નિલ સિંહ, મનન વોહરા, ડેનિયલ સેમ્સ પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌતમ, જયદેવ ઉનડકટ, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.

પંજાબ કિંગ્સની ટીમ

શિખર ધવન (કેપ્ટન), અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, રાહુલ ચહર, સેમ કુર્રન, ઋષિ ધવન, નાથન એલિસ, ગુરનૂર બ્રાર, હરપ્રીત બ્રાર, હરપ્રીત સિંહ, વિદ્વાથ કાવેરપ્પા, લિયામ લિવિંગસ્ટોન, મોહિત રાઠી, પ્રભસિમરન સિંહ, કાગીસો રબાડા, ભાનુકા રાજપક્ષે, એમ શાહરૂખ ખાન, જીતેશ શર્મા (wk), શિવમ સિંહ, મેથ્યુ શૉર્ટ, સિકંદર રઝા, અથર્વ તાયડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X