Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - લખનઉ vs મુંબઈ
Today's IPL 2023 Match: આઈપીએલ ધીમે ધીમે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. મંગળવારે સિઝનની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ, 12માંથી 7 મેચ જીતીને 14 પોઈન્ટ બનાવ્યા અને તે ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે. લખનઉની ટીમે 12 મેચમાંથી 6 મેચ જીતીને 13 પોઈન્ટ બનાવ્યા છે અને તે ટેબલમાં ચોથા સ્થાને છે.

લખનઉમાં એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જો લખનઉ આ મેચ જીતશે તો મુંબઈ ચોથા નંબર પર અને લખનઉ ત્રીજા નંબર પર જશે. આ સિવાય લખનઉ અને ચેન્નાઈના પોઈન્ટ્સ પણ સમાન થઈ જશે. જો લખનઉની ટીમ વધુ સારા રન રેટ સાથે જીતે તો કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ બીજા નંબર પરથી નીચે લાવી શકે છે. મુંબઈ પાસે પ્લેઑફમાં જવાની આ સુવર્ણ તક છે અને આ મેચ જીત્યા બાદ ટોપ 4માં જવાની શક્યતાઓ ઘણી વધી જશે.
મુંબઈના બેટ્સમેનો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને સૂર્યકુમાર યાદવ સૌથી આગળ જોવા મળી રહ્યો છે. આ સિવાય ઈશાન કિશન, ટિમ ડેવિડ અને કેમરન ગ્રીન ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તિલક વર્મા પણ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છે. સુપર જાયન્ટ્સ પાસે ડી કૉક અને મેયર્સ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. તેમના સિવાય પ્રેરક માંકડ, સ્ટોઈનિસ અને નિકોલસ પૂરન પણ છે.
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ
કાઈલ મેયર્સ, ક્વિન્ટન ડી કૉક (કીપર), પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા (કેપ્ટન), અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુદ્ધવીર સિંહ ચરક, અવેશ ખાન, આયુષ બદોની, સ્વપ્નિલ સિંહ, ડેનિયલ સેમ્સ, દીપક હુડા, અર્પિત ગુલેરિયા, કૃષ્ણપ્પા ગૌતમ, મોહસિન ખાન, કરુણ નાયર, મનન વોહરા, માર્ક વૂડ, નવીન-ઉલ-હક, રોમારિયો શેફર્ડ, કરણ શર્મા.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
ઈશાન કિશન (કીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, કેમેરન ગ્રીન, વિષ્ણુ વિનોદ, ટિમ ડેવિડ, ક્રિસ જૉર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, રમનદીપ સિંહ, ડેવાલ્ડ બ્રેવિસ , સંદીપ વૉરિયર, હૃતિક શોકીન, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ડુઆન જૉન્સન, અરશદ ખાન, ટ્રીસ્ટન સ્ટબ્સ, રાઘવ ગોયલ.












Click it and Unblock the Notifications
