For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Today's IPL 2023 Match: આજે આઈપીએલમાં કોની-કોની વચ્ચે મેચ છે - KKR vs LSG અને DC vs CSk

|
Google Oneindia Gujarati News

Today's IPL 2023 Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ડબલ હેડર મેચ છે. આ સિઝનનો છેલ્લો ડબલહેડર વીકેન્ડ છે અને બે ટીમો આજે પ્લેઑફ માટે તેમની ટિકિટ પાક્કી કરી શકે છે.

પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે જે આ સિઝનની 67મી મેચ છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સ ટીમ પહેલેથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને આગલા તબક્કામાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે.

IPL 2023

Siddaramaiah Oath-Taking Ceremony: કર્ણાટકના 30માં CM તરીકે શપથ લેશે સિદ્ધારમૈયા, 20 ધારાસભ્ય બનશે મંત્રીSiddaramaiah Oath-Taking Ceremony: કર્ણાટકના 30માં CM તરીકે શપથ લેશે સિદ્ધારમૈયા, 20 ધારાસભ્ય બનશે મંત્રી

ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી સાથે થોડી સાવચેતી રાખવી પડશે કારણ કે તેઓ પહેલેથી જ બાકીની ટીમો માટે પાર્ટી બગાડવાના મૂડમાં જોવા મળે છે. બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે છે જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

આ મેચ ખૂબ જ રસપ્રદ છે કારણ કે બંને ટીમો પ્લેઑફની રેસમાં યથાવત છે. જો કે કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે આગળના તબક્કામાં જવાની ઘણી ઓછી તકો છે કારણ કે તેમનો રન રેટ પણ માઈનસમાં છે અને તેઓ 13 મેચમાં 12 પોઈન્ટ એકત્રિત કરવામાં સફળ રહ્યા છે.

પરંતુ લખનઉની સ્થિતિ બરાબર ચેન્નઈ સુપર કિંગ્સ જેવી છે જેણે પ્લસ રેટ સાથે 13 મેચમાં 15 પોઈન્ટ મેળવ્યા છે અને જીત તેમને આગળના તબક્કામાં લઈ જશે.

Siddaramaiah Oath Ceremony: નીતિશથી શરદ પવાર સુધી, કર્ણાટક શપથ વિધિમાં વિપક્ષી એકતાનો થશે શોSiddaramaiah Oath Ceremony: નીતિશથી શરદ પવાર સુધી, કર્ણાટક શપથ વિધિમાં વિપક્ષી એકતાનો થશે શો

IPLની આજની મેચ

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે. તમે આ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમથી બપોરે 3:30 વાગે જોઈ શકો છો.

આજે ડબલ હેડરની બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ વિ લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે છે જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7:30 વાગે જોઈ શકાય છે.

આજની મેચ ક્યાં જોવી

તમે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની બંને મેચો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઇલ પર લોકપ્રિય Jio સિનેમા એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો. Jio સિનેમા વેબ વેબસાઇટ દ્વારા લેપટોપ પર સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ છે.

Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 20 મે, 2023Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 20 મે, 2023

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Today's IPL 2023 Matches between KKR vs LSG and DC vs CSK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X