India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમના 10 રસપ્રદ કિસ્સા આપે નહીં સાંભળ્યા હોય

|
Google Oneindia Gujarati News

[ક્રિકેટ ફિચર] ટીમ ઇન્ડિયાનો ડ્રેસિંગ રૂમ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે, પછી ભલેને તે વિવાદોના કારણે હોય કે પછી ક્યારેક બનતી હળવી પળોના કારણે જેને ખેલાડીઓ ક્યારેય ભૂલાવી શકતા નથી. એવા તો ઘણા કિસ્સાઓ ડ્રેસિંગ રૂમની બહાર પણ આવ્યા જેને જાણીને લોકોને ટીમમાં ઊણપ અને આંતરિક લગાવ બંનેની ઝલક જોવા મળી.

પરંતુ બંદ દરવાજાઓની પાછળના એવા ઘણા કિસ્સાઓ છે જે લોકોના કૌતૂહલનો વિષય છે. ડ્રેસિંગ રૂમના આ કિસ્સાઓ હંમેશા ક્રિકેટરના ઇંટરવ્યૂમાં અથવા તો તેમની આત્મકથામાં જ બહાર આવે છે. આજે અમે આપને ડ્રેસિંગ રૂમના 10 કિસ્સાઓ અંગે જણાવીશું જે ખરેખર ક્રિકેટ રસીયાઓ માટે ખૂબ જ રોમાંચક બની રહશે.

ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમની આ વાતો જાણીને આપને ચોક્કસ મજા પડશે, જુઓ સ્લાઇડરમાં...

ધોનીને બિહારી કહેવામાં આવતો

ધોનીને બિહારી કહેવામાં આવતો

ધોનીને શરૂઆતના દિવસોમાં બિહારી તરીકે સંબોધતા હતા. યુવરાજ સિંહ હંમેશા મજાકમાં કહેતા કે ચોગ્ગા છગ્ગા લગાવવાથી કંઇ નથી થતું, મેચ જીતાડનાર પારી રમવી પડે છે. પરંતુ એકદિવસ ધોનીએ તેને જવાબ આપ્યો કે તું હંમેશા ગુસ્સામાં કેમ રહે છે, ત્યારબાદથી બંને ગાઢ મિત્રો બની ગયા.

કોચ જ્હોન રાઇટે સહેવાગનો કોલર પકડી લીધો હતો

કોચ જ્હોન રાઇટે સહેવાગનો કોલર પકડી લીધો હતો

2002માં નેટવેસ્ટ ટ્રોફી દરમિયાન જ્હોન રાઇટે સેહવાગના ખોટા શોટની પસંદગીના કારણે ડ્રેસિંગ રૂમમાં તેમનો કોલર પકડીને તેમને ખખડાવતા જણાવ્યું હતું કે તારો સામાન પેક કરી લે.

જ્યારે યુવરાજને હૃદયનો હુમલો થયો!

જ્યારે યુવરાજને હૃદયનો હુમલો થયો!

2000માં જ્યારે યુવરાજ સિંહ પહેલીવાર ટીમમાં સામેલ થયા તો સૌરવ ગાંગુલીએ તેમને પૂછ્યું હતું કે ઓપેન કરીશને? આ સવાલથી તેઓ એટલા ઘભરાઈ ગયા હતા કે ના પૂછો વાત પરંતુ તેમણે ધીરજ ધરીને કહ્યું કે હા. પરંતુ તે સવાલ બાદ યુવરાજને ઊંઘની ગોળી પણ લેવી પડી હતી. પરંતુ બાદમાં ગાંગુલીએ તેને કહ્યું કે હું મજાક કરી રહ્યો હતો.

જ્યારે આખી ટીમે ગાંગુલી સાથે કર્યું પ્રેંક

જ્યારે આખી ટીમે ગાંગુલી સાથે કર્યું પ્રેંક

એકવાર જ્યારે દાદા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો અખબારમાં તેમના દ્વારા અન્ય ખેલાડીયો વિશે સખત ટિપ્પણી છપાઈ હતી. ત્યારબાદ યુવરાજ સિંહ અને આશીષ નેહરાની આંખોમાં આંસુ હતા. ગાંગુલી ખેલાડીઓને જોઇને ઘણા દુ:ખી હતા અને તેમણે જણાવ્યું કે મે એવું નથી કહ્યું અને તેમણે કપ્તાની છોડવાની વાત પણ કરી દીધી. બાદમાં દ્રવિડે દાદાને કહ્યું કે તેમને એપ્રિલ ફુલ બનાવવામાં આવી રહ્યા છે, પછી દાદા બેટ લઇને ખેલાડીઓ પાછળ ભાગ્યા હતા.

જ્યારે સચિન ગુસ્સે થઇને આવ્યા ડ્રેસિંગ રૂમમાં

જ્યારે સચિન ગુસ્સે થઇને આવ્યા ડ્રેસિંગ રૂમમાં

2004માં મુલ્તાન ટેસ્ટ દરમિયાન સચિન 200 રનથી માત્ર 6 રન દૂર હતા પરંતુ ત્યારે જ કપ્તાન રાહુલ દ્રવિડે પારી જાહેર કરી દીધી. ત્યારબાદ સચિન ગુસ્સામાં ડ્રેસિંગરૂમમાં આવીને દ્રવિડ તરફ ગુસ્સો કરતા કહ્યું મને એકલો મૂકી દો. પરંતુ બાદમાં રાઇટ અને દ્રવિડે તેમની માફી માગી લીધી હતી.

જ્યારે કપિલે દાઉદને કહ્યું ચલ બહાર ચલ..

જ્યારે કપિલે દાઉદને કહ્યું ચલ બહાર ચલ..

એક સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહીમની ક્રિકેટ ડ્રેસિંગ રૂમમાં અવર-જવર રહેતી હતી. 1987માં શારજાહ ટૂર્નામેંટ દરમિયાન દાઉદે ડ્રેસિંગ રૂમમાં કહ્યું કે જો પાકિસ્તાનને હરાવવામાં સફળ રહેશો તો દરેક ખેલાડીને એક એક કાર મળશે. પરંતુ એટલું કહેતા જ કપિલે દાઉદને બહારનો રસ્તો દેખાડતા કહ્યું ચલ ચલ બહાર નીકળ...

જ્યારે ગાવસ્કર ખુદને રોકી શક્યા નહી

જ્યારે ગાવસ્કર ખુદને રોકી શક્યા નહી

1971માં વિશ્વ એકાદશની મેચ હતી જેમાં ફારૂક એન્જીનિયર અને સુનિલ ગાવસ્કરને ટીમમાં સ્થાન મળ્યું હતું. યુવા અને ઓછી ઉમરવાળા ગાવસ્કરની સાથે ઓપનિંગ કરવા ઉતરેલા એન્જિનિયરે તેમને કહ્યું કે જીરો પર આઉટ ના થઇ જતો પાછા જતી વખતે મેલબોર્નનું પેવેલિયન સૌથી લાંબુ લાગે છે. પરંતુ જ્યારે એન્જિનિયર શૂન્ય પર આઉટ થયા ત્યારે ગાવસ્કર ચોક્કસ જોરજોરથી હસવા લાગ્યા હશે.

વિરાટનો ડ્રેસિંગ રૂમમાં પહેલો દિવસ

વિરાટનો ડ્રેસિંગ રૂમમાં પહેલો દિવસ

વિરાટના પહેલા દિવસે અન્ય ખેલાડીઓએ તેમની સાથે પ્રેંક કરવાનો પ્લાન બનાવ્યો, તેમને કહેવામાં આવ્યું કે જે પણ નવો ખેલાડી ટીમમાં આવે છે તે સચિનને પગે અડકીને પગે લાગે છે. જ્યારે સચિન આવ્યા તો કોહલી તેમને પગે લાગવા ગયા, તો સચિને તેમને રોકીને કહ્યું કે કંઇ જોઇએ શું? કોહલીએ આખી વાત કહી, તો સચિને કહ્યું કે તારી સાથે મજાક થઇ રહી છે દોસ્ત, ટીમ ઇન્ડિયામાં તારૂ સ્વાગત છે.

જ્યારે સચિન બન્યા ચકદે કબીર

જ્યારે સચિન બન્યા ચકદે કબીર

2003 વિશ્વકપ દરમિયાન ભારતીય ટીમ ખૂબ જ હતાશ થઇ ગઇ હતી. પરંતુ સચિનનું એક ભાષણ જે તેમણે આખી ટીમને આપ્યું હતું, ત્યારબાદ ટીમમાં જાણે પ્રાણ ફૂંકાઇ ગયા અને ભારતીય ટીમ સતત આઠ મેચ જીતીને વિશ્વકપના ફાઇનલ સુધી પહોંચી ગઇ હતી.

ટીમ ઇન્ડિયાના સૌથી મોટા ફેનને મળી ડ્રેસિંગ રૂમમાં આવવાની તક

ટીમ ઇન્ડિયાના સૌથી મોટા ફેનને મળી ડ્રેસિંગ રૂમમાં આવવાની તક

સુધીર ચૌધરી સચિનન તેંડુલકર અને ટીમ ઇન્ડિયાના મોટા ફેન છે. સચિને તેમને ઘણીવાર મળીને તેમને સન્માનિત કર્યા છે. પરંતુ 2011ના વિશ્વકપ જીત્યા બાદ સચિને તેને ડ્રેસિંગ રૂમમાં વિશ્વકપ ઉઠાવવાની તક આપી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Top 10 Dressing room stories of Team India which will make you crazy. Dressing room stories are always in the news but few are never came out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X