Vaibhav Suryavanshi : શાનદાર સદી બાદ વૈભવ સુર્યવંશનીને લોટરી લાગી, નીતિશ કુમારે આપ્યુ આટલુ ઈનામ
Vaibhav Suryavanshi : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં આજકાલ 14 વર્ષના વૈભવ સુર્યવંશીનો જલવો છે. માત્ર 14 વર્ષની ઉંમરે શાનદાર સદી બાદ દુનિયા વૈભવની ફેન બની ગઈ છે.
વૈભવના આ ફેનક્લબમાં હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ પણ જોડાયુ છે. નીતિશ કુમારે વૈભવની આ શાનદાર સદી બદલ ઈનામ આપ્યુ છે.

ગુજરાત ટાઇટન્સ સામે વૈભવે ફક્ત 38 બોલમાં 101 રન ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે, જેમાં 11 સિક્સનો સમાવેશ થાય છે. આ સદી માત્ર ભારતીય ક્રિકેટ માટે નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે ચર્ચાનો વિષય બની છે.
બિહારના આ યુવાન ખિલાડીની સિદ્ધિથી મુખ્યમંત્રી નીતિશકુમાર આનંદિત થયા છે. તેમણે તરત જ ફોન કરીને વૈભવને અભિનંદન પાઠવ્યા અને 10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
નીતિશ કુમારે X પર લખ્યુ કે, આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર બિહારના વૈભવ સુર્યવંશી પર આખા રાજયને ગર્વ છે. તે પોતાની મહેનત અને પ્રતિભાથી ભારત માટે નવી આશા બની રહ્યો છે. હું તેને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
વૈભવ સુર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો છે. ચાર વર્ષની ઉંમરે તેણે બેટ હાથમાં લીધુ અને પછીથી પટણાની જન એક્સ ક્રિકેટ અકાદમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું.
12 વર્ષની ઉંમરે તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું અને નવેમ્બર 2024માં આઈપીએલ કોન્ટ્રેક્ટ સાઈન કરનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યો. ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને 1.1 કરોડમાં ખરીદ્યો હતો.
શાનદાર બેટિંગ અને ધડાકેદાર શતક બાદ વૈભવને પ્લેયર ઓફ ધ મૅચ તરીકે 4 લાખનું ઈનામ મળ્યુ છે.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
આ સાથે સાથે સૌથી વધુ સિક્સર માટે 1 લાખ અને સ્ટ્રાઇકર ઓફ ધ મૅચ માટે પણ 1 લાખ મળ્યા છે.
આજના યુગમાં જ્યારે યુવાઓ માટે ટેક્નોલોજી મોટો વિષય બની છે ત્યારે વૈભવ જેવી શિસ્તબદ્ધ પ્રતિભા દેશના ભવિષ્ય માટે આશાજનક સંકેત છે. રાજ્ય સરકારના સન્માન સાથે હવે સમગ્ર દેશને આશા છે કે વૈભવ આગામી દિવસોમાં ભારતીય ટીમ માટે નવો ઇતિહાસ લખશે.












Click it and Unblock the Notifications
