વિનોદ કાંબલી પર ઘરની નોકરાણીએ લગાવ્યો મારપીટનો આરોપ
મુંબઈ: ફરી એક વખત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી વિવાદોમાં ફસાયા છે. જી હા, તેમની અને તેમની પત્ની એન્ડ્રીયાની વિરૂદ્ધમાં તેમની 30 વર્ષિય નોકરાણી સોની નફાયાસિંહ સરસાલે મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો છે.

નોકરાણીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કાંબલી અને તેમની પત્નીની વિરૂદ્ધમાં ગંભીર આરોપ લગાવ્યા છે. નોકરાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કાંબલી અને તેમની પત્નીએ તેની સાથે જાનવરો જેવું વર્તન કર્યું છે.
તે પાછલા બે વર્ષથી તેમના ઘરમાં હાઉસ હોલ્ડનું કામ કરે છે. પરંતુ હવે જ્યારે આ નોકરાણીએ પગાર માંગ્યો તો તેમણે તેમને ઘણો માર મારી ત્રણ દિવસ સુધી એક રૂમમાં પૂરી રાખી, ખાવા-પીવાનું પણ ન આપ્યું. ત્યારબાદ તેને ઘરમાંથી તગેડી મૂકવામાં આવી.
કેસમાં IPCની કલમ 342, 504, 506 અને 34 લગાવવામાં આવી
સોનીની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં કાંબલી અને તેની પત્ની વિરૂદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ આખાયા મામલાને લઈને હજી સુધી કાંબલી અને તેની પત્નીએ કોઈ નિવેદન આપ્યું નથી.












Click it and Unblock the Notifications
