કોલંબો સીરિઝમાં જીત સાથે વિરાટ અને ધોનીએ બનાવ્યા નવા રેકોર્ડ
કોલંબોમાં રામાયેલી ભારત અને શ્રીલંકાની પાંચ વન ડે સીરિઝ ભારતે પોતાને નામ કરવાની સાથે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા છે. વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીએ બનાવ્યો પોતાના નવા રેકોર્ડ. આ અંગે વધુ વાંચો અહીં.
કોલંબોમાં રમાયેલ ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી વન ડે મેચ ભારતે 5-0થી જીતીને સીરિઝ પોતાને નામ કરી છે. શ્રીલંકા સામે રમાયેલ પાંચેય વન ડે મેચ જીતીને ભારતીય ટીમે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત આ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પોતાના કરિયરની 30મી સદી ફટકારી હતી. આ સાથે જ તેમણે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાનના રેકોર્ડની બરાબરી કરી છે. આ પહેલાં આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગના નામે હતો. રવિવારની મેચ બાદ વિરાટ કોહલીએ વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની સૂચિમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે તેમની આગળ માત્ર સચિન તેડુંલકર છે. વિરાટ કોહલી આ વર્ષે 18 મેચ રમ્યા છે, જેમાં તેમણે 1000થી પણ વધારે રન બનાવ્યા છે. આ સાથે જ વિરાટ કોહલી 2017માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયા છે.

ભારત અને શ્રીલંકા સામેની આ મેચ ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની માટે પણ ઘણી કારગત નિવડી છે. જેમાં ધોનીએ પોતાના વિકેટ કિપરના કરિયરનાં 100 સ્ટંપ મેળવીને વર્લ્ડ રોકોર્ડ બનાવ્યો છે. આ પહેલા શ્રીલંકાના ખેલાડી દાનુષ્કા ગુણાતિલકાએ 99 સ્ટંપનો રેકોર્ડ બનાવ્યો હતો, જે ધોનીએ તેની 300મી વન ડે મેચમાં તોડ્યો છે. આ મેચમાં ધોનીએ 100 સ્ટંપ લેનાર ખેલાડી તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે, ધોનીએ ભારત માટે 97 સ્ટંપ અને એશિયા ઈલેવનમાં 3 એમ કુલ 100 સ્ટંપ મેળવ્યા છે. આમ શ્રીલંકા સાથેની આ પાંચમી વન ડેમાં ભારતીય ખેલાડીઓએ સારા પ્રદર્શનની સાથે શાનદાર રેકોર્ડ પણ તોડ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
