Photos : મિસ્ટર એન્ડ મિસિસ કોહલીનું ભવ્ય રિસેપ્શન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના દિલ્હી ખાતેના રિસેપ્શનમાં પીએમ મોદીની એન્ટ્રી અને વિરાટ અનુષ્કાની કેક રહ્યા ચર્ચાનું કેન્દ્ર. જાણો આ અંગે વધુ અહીં. જુઓ રિસેપ્શનની ખાસ તસવીરો.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ગુરુવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. અનેક જાણીતા ક્રિકેટર, મોટા રાજનેતા અને ફિલ્મ હસ્તીઓ પણ દિલ્હી ખાતે યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. આ રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી અને વિરાટે શેરવાની. જો કે બંન્ને આ પરિધાનમાં ખૂબ જ પરંપરાગત અને સુંદર લાગી રહ્યા હતા. વધુમાં 26મી ડિસેમ્બરે મુંબઇમાં પણ અનુષ્કાની તરફથી એક રિસેપ્શન આપવામાં આવશે. જેમાં બોલીવૂડ હસ્તીઓનો જોવા મળશે. દિલ્હીની તાજ હોટલમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કાના આ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વધું તેની કેક પર આ રિસેપ્શનના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે દિલ્હી ખાતે યોજવામાં આવેલા આ રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

અનુષ્કા, વિરોટનો લૂક

અનુષ્કા, વિરોટનો લૂક

રિસેપ્શન માટે વિરાટ અને અનુષ્કા એકદમ ટ્રેડિશન લૂક સાથે તૈયાર થયા હતા. વિરાટે તેના ફેવરેટ રંગની એટલે કે બ્લેક રંગની શેરવાની અને શાલ પહેરી હતી. તો બીજી તરફ અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી અને જડતરની હેવી ઝ્વેલરી પહેરી હતી. વધુમાં માથે સિંદૂર સાથે અનુષ્કા એકદમ સુંદર નવવધૂ લાગતી હતી.

પીએમ મોદીની એન્ટ્રી

પીએમ મોદીની એન્ટ્રી

વિરાટ અને અનુષ્કાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને પહોંચીને રિસેપ્શનમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અને પીએમ મોદીએ પણ એક ટૂંકી મુલાકાત આ રિસેપ્શનની લીધી હતી. ત્યારે મોદી રિસેપ્શનમાં આવી ચઢતા વિરાટ જ્યાં એક મિનિટ માટે સ્તબ્ધ થઇ ગયો હતો. ત્યાં જ અનુષ્કાએ બે હાથ જોડી તેમનું સ્વાગત કર્યું હતું. વધુમાં પીએમ મોદીની સાથે પરિવારજનોએ પણ ફોટો પડાવાની તક ઝડપી લીધી હતી.

કેક

કેક

જો કે વિરાટ અને અનુષ્કાના તાજમાં યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં તેમની વેડિંગ કેક પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુંદર વેન્યૂની સાથે જ વિરાટ અને અનુષ્કા જેવી દેખાતી કેકે પણ આકર્ષણ જમાવ્યું હતું. ચોક્કસથી ક્રિકેટ અને બોલીવૂડની બે જાણીતી હસ્તીના લગ્ન હોય એટલે તમામ વસ્તુ ખાસ તો હોય જ

વિરાટ અને અનુષ્કા

વિરાટ અને અનુષ્કા

વધુમાં વિરાટ અને અનુષ્કા સ્ટેજ પર એકબીજામાં ખોવાયેલા અને મીઠી નોકજોક કરતા પણ જોવા મળ્યા હતા. વિરાટે જે શાલ પહેરી હતી તે વારંવાર તેમના હાથમાંથી સરકી જતી હતી. અને તે શાલના કારણે ડિસકંફ્ટ અનુભવતા હતા. તો બીજી તરફ અનુષ્કા તેમાં વિરાટની મદદ કરતી પણ નજરે પડી હતી. આમ રિસેપ્શનમાં બંન્ને લવ કપલનો પ્રેમ ઉડીને બધાની નજરોમાં પડી રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X