વિરાટ કોહલીએ WTC ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરી, 12 જૂન રિઝર્વ-ડે રહેશે
વિરાટ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. WTC મેચ આવતા મહિને 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે. તે જ સમયે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) મેચ ઑફિશિયલ્સની જાહેરાત કરી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન પણ રવિવારે ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા.
આ ત્રણેય ખેલાડીઓ પણ ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થશે. જ્યારે વિરાટ કોહલી લંડન પહોંચી ગયો છે. તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ મોહમ્મદ શમી, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેએ IPL ફાઈનલ બાદ ઇંગ્લેન્ડ જવા રવાના થયા છે.
ICCએ WTC ફાઈનલ માટે મેચ ઑફિશિયલ્સની જાહેરાત કરી છે. આ ઉપરાંત 12મી જૂને રિઝર્વ ડે રહેશે. ICCએ માહિતી આપી છે કે ન્યૂઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઇંગ્લેન્ડના રિચર્ડ ઈલિંગવર્થ મેદાન પરના અમ્પાયર હશે.
રિચાર્ડ કેટલબરો, અન્ય એક ઇંગ્લિશ અમ્પાયર, સતત બીજી WTC ફાઇનલમાં કાર્ય કરશે. તે ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયર હશે. શ્રીલંકાના કુમાર ધર્મસેના ચોથા અમ્પાયર હશે. વેસ્ટ ઈન્ડિઝના રિચી રિચર્ડસન મેચ રેફરી હશે.












Click it and Unblock the Notifications
