કોહલીએ પંતને માન્યો હાર માટે જવાબદાર, આપ્યું આ મોટું નિવેદન

કોહલીએ પંતને માન્યો હાર માટે જવાબદાર, આપ્યું આ મોટું નિવેદન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલીમાં રમાયેલ પાંચ વનડે મેચની સીરિઝની સાથે ચોથા મુકાબલામાં 358 રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં 4 વિકેટથી ભારત હારી ગયું. ઓસ્ટ્રેલિયાના 12 રન પર 2 વિકેટ ખેડવ્યા બાદ મેચ ભારતની કડમાં હતો પરંતુ પીટર હેન્ડસ્કોમ્બના 117 અને એસ્ટોન ટર્નરની તોફાની ઈનિંગને કારણે 47.5 ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતી લીધી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માન્યું કે તેમની ટીમે બોલિંગ અને ફિલ્ડિંગમાં ખરાબ પ્રદર્શન કર્યું. ઉપરાંત તેમણે વિકેટ કીપર રિષભ પંતને પણ આ હાર માટે જવાબદાર માનતાં મોટું નિવેદન આપ્યું છે.

હાર માટે રિષભ પંત જવાબદાર

હાર માટે રિષભ પંત જવાબદાર

આ હાર બાદ કોહલીએ પંત પર વધુ એક ઈશારો કરતા કહ્યું કે સ્ટંપિંગનો મોકો મહત્વનો હોય છે, અમે મેદાનમાં થોડા ઢીલા હતા. ડીઆરએસ પર ફેસલો હેરાન કરનારો હતો, જેમાં જરા પણ નિરંતરતા નહોતી. હવે આ દરેક મેચમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જે પરેશાની વાળું બની શકે છે, અમારે અમારું સર્વશ્રેષ્ઠ કરવું પડશે. આ ઓસ્ટ્રેલિયાઈ ટીમ વિરુદ્ધ અમે બે મેચ રમ્યા. જેનાથી નિશ્ચિત રૂપે દુખ થશે. જ્યારે કોહલીએ પિચને લઈ કહ્યું કે પાછલા મેચમાં અમને જણાવવામાં આવ્યું હતું કે આ પિચ પર ઓસ હશે. તેમની ટીમ સારું રમી, આ સ્કોર જ કરવો પડશે. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા તેમાં કોઈ શંકા નહોતી. વિકેટ હંમેશાથી સારી હતી, પરંતુ પાછલી બે મેચમાં ઓસને કારણે પરેશાની થઈ. પરંતુ આ કોઈ બહાનું નથી. અંતિમ કેટલીક ઓવરમાં પાંચ મોકા ગુમાવવાની વાત પચાવવી મુશ્કેલ છે. કોહલીએ કહ્યું કે એશ્ટન ટર્નરે શાનદાર ઈનિંગ રમી. પીટર હેન્ડસ્કોમ્બે શાનદાર ઈનિંગ રમી અને ઉસ્માન ખ્વાઝાએ ઈનિંગને સંભાળી રાખી.

ફિંચે કર્યાં એશ્ટનનાં વખાણ

ફિંચે કર્યાં એશ્ટનનાં વખાણ

બીજીબાજુ જીત બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચ આ જીતથી ભારે ખશ છે. તેઓ ભલે ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા પરંતુ બાકી બેટ્સમેનોએ સારું કામ કર્યું. ફિંચે કહ્યું કે અમારા માટે 2 ફટકા લાગ્યા બાદ ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડસ્કોમ્બ વચ્ચેની ભાગીદારી મહત્વની સાબિત થઈ. તેમણે કહ્યું કે આશા હતી કે અમે 300 સુધીનો સ્કોર તો હાંસલ કરી લેશું. અમે જાણતા હતા કે પ્રતિ ઓવર 10-12 રન કાઢી શકતા હતા. જેના પર અમારી રણનીતિ બનાવી. ફિંચે જીતના હીરો રહેલ એશ્ટનના ભારે વખાણ કર્યાં. તેમણે કહ્યું કે અમે અમારો બીજો મેચ રમી રહ્યા હતા અને તેના પર ઈનિંગ રમવી શાનદાર છે. એશ્ટને આવું બીબીએલમાં પણ કર્યું છે.

રોહિત-ધવને શાનદાર ઈનિંગ રમી હતી પણ

રોહિત-ધવને શાનદાર ઈનિંગ રમી હતી પણ

જણાવી દઈએ કે ભારતે રોહિત શર્માના 95 અને શિખર ધવનની 143 રનની ઈનિંગને પગલે ઓસ્ટ્રેલિયા સામે 359 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ફિંચ અને શૉન માર્શના રૂપમાં જલદી 2 વિકેટ ગુમાવી દીધી પરંતુ ખ્વાજાની 91, હેન્ડસ્કોમ્બની સદી અને ટર્નરની તોફાની ઈનિંગને પગલે ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી 2-2થી બરાબરી કરી લીધી છે. ટર્નરે 43 બોલમાં અણનમ 84 રનની ઈનિંગ રમી. હવે સીરિઝનો આખરી અને મહત્વનો મુકાબલો દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X